Breaking: ગુજરાત ભાજપ સંગઠનમાં 25 વર્ષ બાદ મોટો ફેરફાર : ‘સહ મહામંત્રી’ની પ્રથા ફરી શરૂ, સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ માટે નવી રણનીતિ

ગુજરાત ભાજપ સંગઠનમાં કેન્દ્રીય નેતૃત્વએ અંદાજે 25 વર્ષ બાદ ‘સહ મહામંત્રી’ પદ પુનઃજીવિત કરીને વર્ષ 2000 ના ફોર્મ્યુલા પર વાપસી કરી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર-કોળી-ક્ષત્રિય સમીકરણો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અરુણ બિનનાડી તથા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સંગઠન મજબૂત કરવા સતીશ ઘોંડને મેદાનમાં ઉતારાયા છે.

Breaking: ગુજરાત ભાજપ સંગઠનમાં 25 વર્ષ બાદ મોટો ફેરફાર : ‘સહ મહામંત્રી’ની પ્રથા ફરી શરૂ, સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ માટે નવી રણનીતિ
| Edited By: | Updated on: Sep 24, 2026 | 6:18 PM

ગુજરાત ભાજપ સંગઠનમાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજે 25 વર્ષ બાદ ભાજપ સંગઠનમા ફરી એકવાર ‘સહ મહામંત્રી (સંગઠન)’નું પદ પુનઃજીવિત કર્યું છે. જ્યાં એક તરફ સગંઠનને વધુ ધારદાર અને પ્રાદેશિક સ્તરે મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનુ કેટલાક સિનિયર આગેવાનો નુ માનવુ છે તો બીજી તરફ સત્તાના વિકેન્દ્રીકરણ ની ચર્ચાએ જોર પકડ્યુ છે, જો કે ગુજરાત માટે સંગઠન સહમહામંત્રીનુ પદ નવુ નથી પરંતુ અજુગતુ ચોકકસ છે કારણકે વર્ષ 2000 મા ગુજરાતમા આ ફોર્મમ્યુલા પર કામ થતુ હતુ.

તે સમયે સંજય જોશી સંગઠન મહામંત્રી હતા અને ભીખુભાઈ દલસાણિયા સહ મહામંત્રી તરીકે રાજકોટ કેન્દ્રથી સંગઠન સંભાળતા હતા. જો કે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ ભાજપ સંગઠન માથી સહ સગંઠન મહામંત્રી ના પદનો છેદ ઉડ઼ાડી દેવામા આવ્યો હતો અને અંદાજે એક દશક સુધી ભિખુભાઇ દલસાનીયા ભાજપના સંગઠન મહામત્રી તરીકે જવાબદારી વહન કરી . ઓગસ્ટ 2021 મા બિહાર ના સંગઠન મહામંત્રી રત્નાકરજી ની ગુજરાત સંગઠન મહામત્રી તરીકે નિમણૂક કરાઇ જ્યારે ભિખુભાઇ દલસાનિયાની બિહાર સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામા આવી. જો કે વર્ષ 2027 ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પહેલા ફરી એક વાર ગુજરાતમા સગંઠન સહ મહામંત્રી તરીકે અરુણ બિનનાડી – સહ મહામંત્રી (સંગઠન) ની નિમણૂક કરાઇ છે જે સૌરાષ્ટ્રની સગંઠનની કામગીરી પર નજર રાખશે સાથે જ આદિવાસી વિસ્તાર પર ભાજપ ની પકડ મજબૂત કરવા માટે સતીશ ઘોંડ ને મેદાન મા ઉતારવામાં આવ્યા છે. સાથે જ ભાજપ હાઈકમાન્ડે પોલીટીકલ લેબોરેટરી ગણાતા ગુજરાતમા ફરી પોતાના જૂના મોડેલ પર પાછા ફરવાનો પ્રયોગ કર્યાો છે.

ગુજરાતમા એન્ટ્રી કરનારા બંને નેતાઓ પહેલી વાર ગુજરાત ની રાજકીય અને સંગઠનાત્મક જવાબદારી સાથે જોડાયા છે. અરુણ બિનનાડી તે સંગઠન નો યુવા ચેહરો છે, સોશિયલ મીડીયા પર પણ એક પકડ ધરાવે છે જ્યારે સતીશ ઘોંડ સંગઠનના સિનિયર આગેવાન છે

  • 1. અરુણ બિનનાડી – સહ મહામંત્રી (સંગઠન)

અરુણ બિનનાડી મૂળ કર્ણાટકના ચિક્કમગલૂરુ જિલ્લાના છે. સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા બિનનાડી કુશળ રણનીતિકાર તરીકે જાણીતા છે અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં સંગઠનનું કામ સંભાળી ચૂક્યા છે. ગુજરાતમાં તેમને રાજકોટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તાર પર ફોકસ કરશે.

  • 2. સતીશ ઘોંડ – આદિવાસી વિસ્તારની જવાબદારી

અનુભવી સંગઠન નેતા સતીશ ઘોંડની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. તેઓ અગાઉ ગોવા ભાજપમાં સંગઠન મહામંત્રી અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત મહામંત્રી (સંગઠન) તરીકે કામ કરી ચૂક્યા છે. ગુજરાતમાં તેમને અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વીય આદિવાસી પટ્ટામાં સંગઠનને વેગવંતુ બનાવવાની અને સતત પ્રવાસ કરવાની જવાબદારી સોંપાઈ છે.

  • 3. રત્નાકર – જવાબદારીમાં વધારો

વર્તમાન સંગઠન મહામંત્રી રત્નાકરની જવાબદારીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેઓ ગુજરાતની સાથે સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.

કેમ લેવાયો આ નિર્ણય? સૌરાષ્ટ્ર અને ટ્રાઇબલ બેલ્ટ પર નજર

ભાજપ હાઈકમાન્ડનો આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ આગામી ની ચૂંટણીઓ પહેલા સંગઠનાત્મક ખામીઓ દૂર કરવાનો તથા ભાજપને વધુ મજબૂત બનાવવાનો છે

  • સૌરાષ્ટ્રનો પડકાર: સૌરાષ્ટ્ર હંમેશા સત્તાની ચાવી રહ્યું છે. 2017માં ભાજપને અહીં મોટો ફટકો પડ્યો હતો. અહીં ખેડૂતોના પાક વીમા અને કમોસમી વરસાદથી થતા નુકસાનના વળતરના પ્રશ્નો, પાટીદાર-કોળી-ક્ષત્રિય જ્ઞાતિગત સમીકરણો અને યુવાનોમાં રોજગારી માટે સ્થળાંતર જેવા મુદ્દાઓ મોટા પડકારો છે. તેને ડામવા માટે રાજકોટ કેન્દ્રને ફરી સક્રિય કરવામાં આવ્યું છે.
  • આદિવાસી વિસ્તારનો પડકાર: ટ્રાઇબલ બેલ્ટમાં જમીનના હક્કો (FRA), પાર-તાપી-નર્મદા જેવા પ્રોજેક્ટથી વિસ્થાપનનો ભય, ‘આદિવાસી’ વિરૂદ્ધ ‘વનવાસી’ શબ્દનો વિવાદ, PESA કાયદાના અમલનો મુદ્દો અને આરોગ્ય-શિક્ષણ-પાણી જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ચર્ચામાં છે. આ અસંતોષને દૂર કરવા માટે સતીશ ઘોંડને ખાસ જવાબદારી સોંપાઈ છે.

એકંદરે, ભાજપે વનબંધુ કલ્યાણ યોજના અને સંગઠનના નવા માળખા દ્વારા સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે કમર કસી છે. ત્યારે ભાજપે શતરંજની બિસાત પર ગોઠવેલા નવા પાસા મા કોની શય થાય છે અને કોની માત એ સમય બતાવશે.

Rajkot Breaking: UPI પેમેન્ટ પર MDR ટેક્સ સામે વેપારીઓ લાલઘૂમ: બીજી ઓક્ટોબરે ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારાય, હોલસેલ મર્ચન્ટ્સ જોડાયા

Follow Us
Loading...
Unable to load recommendations.