AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

IT મંત્રી જિતિન પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના 'IndiaAI Startup Financing' નેજા હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને લક્ષિત સહયોગ પૂરો પાડવા માટે 02 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી
| Updated on: Aug 03, 2026 | 8:07 PM
Share

ઈન્ડિયા-AI (IndiaAI) મિશન હેઠળ ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. ‘IndiaAI FutureSkills’ સ્તંભ હેઠળની આ લેબ્સ AI, ડેટા એનોટેશન (Data Annotation), ડેટા ક્યુરેશન (Data Curation) અને એપ્લાઇડ ડેટા સાયન્સ (Applied Data Science) માં તાલીમ આપશે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત પ્રશ્નના જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદ દ્વારા આ માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

IT મંત્રી જિતિન પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ‘IndiaAI Startup Financing’ નેજા હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને લક્ષિત સહયોગ પૂરો પાડવા માટે 02 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે.

‘FutureSkills’ સ્તંભ અન્વયે આપવામાં આવતી ‘IndiaAI Fellowship’ નો ઉદ્દેશ્ય દેશભરમાં AI રિસર્ચ કરી રહેલા અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ સ્કોલર્સને સહયોગ આપીને ભારતની AI ક્ષમતા (Talent Pipeline) નું નિર્માણ કરવાનો છે. ગુજરાતને કુલ 23 ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, જેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 PhD રિસર્ચ ફેલોશિપ સામેલ છે. જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં AI સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે આપેલા લેખિત જવાબમાં જણાવાયું હતું કે, ‘IndiaAI Compute’ સ્તંભ 15 પેનલબદ્ધ કોમ્પ્યુટ સર્વિસ પ્રોવાઇડર્સ (CSPs) મારફતે સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, MSME, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને સરેરાશ પ્રતિ GPU-કલાક આશરે રૂપિયા 65 ના સબસિડી વાળા દરે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ની સુવિધા પૂરી પાડીને હાઇ-પર્ફોર્મન્સ AI કોમ્પ્યુટિંગ સુધીની પહોંચને સરળ અને સુલભ બનાવે છે. આ સંદર્ભમાં, ગુજરાતમાં ‘ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ’ (GIL) અને ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ’ (AMUL) સહિતની ગુજરાત-સ્થિત સંસ્થાઓને હાઇ-એન્ડ GPU કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે.

જિતિન પ્રસાદે લેખિત જવાબમાં એમ પણ જણાવ્યું છે કે, ભારતની AI સ્ટ્રેટેજી 300 બિલિયન અમેરિકન ડોલરની વાર્ષિક આવક અને 60 લાખ કર્મચારીઓના વિશાળ સમૂહ ધરાવતા ભારતના વાઇબ્રન્ટ IT ક્ષેત્ર પર આધારિત છે. કેન્દ્ર સરકારે 7 માર્ચ 2024 ના રોજ પાંચ વર્ષ માટે રૂ. 10,371.92 કરોડના કુલ બજેટ સાથે ‘IndiaAI Mission’ ને મંજૂરી આપી હતી. આ મિશન સાત મુખ્ય સ્તંભો મારફતે કાર્યરત છે. ઇન્ડિયાએઆઇ કમ્પ્યુટ, ઇન્ડિયાએઆઇ ફાઉન્ડેશન મોડેલ્સ, એઆઇકોશ (ડેટાસેટ્સ પ્લેટફોર્મ), ઇન્ડિયાએઆઇ એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (આઇએડીઆઇ), ઇન્ડિયાએઆઇ ફ્યુચરસ્કિલ્સ, ઇન્ડિયાએઆઇ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ અને સેફ એન્ડ ટ્રસ્ટેડ એઆઇ. આઇએડીઆઇ સ્તંભ હેઠળ, ઈન્ડિયા-AI મિશને 11 રાષ્ટ્રીય સ્તરની હેકાથોન અને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે.

Breaking News : રાજ્યસભામાં પણ પેપર લીક વિરોધી બિલ પાસ, હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">