VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન

|

Oct 19, 2020 | 11:04 AM

તમે હવાઈ મુસાફરી કરતા હોય તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ G8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. […]

VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન

Follow us on

તમે હવાઈ મુસાફરી કરતા હોય તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ G8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારબાદ ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી, ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી. સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં. ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને પકડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આખરે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એરલાઈન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે ફ્લાઈટનો ગેટ ખોલવામાં આવ્યો અને ભારે પ્રયત્નો પછી બંને કબૂતર બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાએ એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ફ્લાઈટ આખરે સાંજે 6.45ના તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચી. મહત્વનું છે કે એક પેસેન્જરે કહ્યું, ફ્લાઈટ એરોબ્રિજ નંબર 2 સાથે કનેક્ટ હતી. પેસેન્જર બેસી ગયા પછી એરોબ્રિજ ગેટ પરથી હટાવી લેવાયું હતું અને ફ્લાઈટ રનવે પર જવાની તૈયારીમાં હતી ત્યારે જ આ ઘટના બની હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પેસેન્જરોમાં કબૂતરો ક્યાંથી ઘૂસ્યા તેની ચર્ચા ચાલી હતી. જો કે સ્થિતિની ગંભીરતા જોતા ક્રૂ મેમ્બર્સે પાઈલટને જાણ કરી ફ્લાઈટના દરવાજા ખોલી નાખ્યા હતા. જો કે થોડા સમય માટે તો ફ્લાઈટની અંદર ભારે હંગામો મચી જવા પામ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે ‘મન કી બાત’

Published On - 4:28 am, Sat, 29 February 20

Next Article