વડોદરાઃ દારૂ સંતાડવાના નવા કીમિયાનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, જુઓ VIDEO

|

Jul 13, 2019 | 10:19 AM

વડોદરા પોલીસે દારૂ સંતાડવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખ્સો ભરૂચના છે. જેઓ અમૂલ દૂધના ટેમ્પોમાં દારૂ સંતાડીને લાવતા હતા. જે કેરેટમાં દૂધના પાઉચ મૂકવામાં આવે છે.. તે કેરેટમાં દારૂ સંતાડવામાં આવતો હતો. આ બંને આરોપીઓ અમૂલના દૂધના ટેમ્પોમાં દારૂ સંતાડીને લાવતા હતા. Web Stories […]

વડોદરાઃ દારૂ સંતાડવાના નવા કીમિયાનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, જુઓ VIDEO

Follow us on

વડોદરા પોલીસે દારૂ સંતાડવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખ્સો ભરૂચના છે. જેઓ અમૂલ દૂધના ટેમ્પોમાં દારૂ સંતાડીને લાવતા હતા. જે કેરેટમાં દૂધના પાઉચ મૂકવામાં આવે છે.. તે કેરેટમાં દારૂ સંતાડવામાં આવતો હતો. આ બંને આરોપીઓ અમૂલના દૂધના ટેમ્પોમાં દારૂ સંતાડીને લાવતા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો: VIDEO: રાજકોટ જિલ્લાના 8 ગામના ખેડૂતોને મળશે આજી-2 ડેમનું પાણી, ખેડૂતોને મળશે આંશિક રાહત

જેથી કોઈને શંકા ન જાય. રસ્તા પરથી જ્યારે ટેમ્પો પસાર થતો હોય તો સૌ કોઈને એમ લાગે કે તેમાં દૂધ જ હશે. આરોપીઓને હતુ કે તેમના આ નવા કીમિયાની કોઈને ખબર નહીં પડે. અને દારૂની હેરાફેરીનો તેમનો ધંધો સતત ચાલતો રહેશે. પૈસાની રોકડી કરવામાં બંને શખ્સો ભાન ભૂલી ગયા હતા. તેમને એમ જ હતુ કે હવે તો તેમને પોલીસ પણ નહીં પકડી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ વડોદરા પાસે નેશનલ હાઈવે નંબર આઠ પરથી જ્યારે આ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને શંકા ગઈ હતી. જેથી ટેમ્પો ઉભો રાખીને તપાસ તે દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે દૂધના બદલે દારૂ જોવા મળ્યો. પોલીસને દૂધના ટેમ્પોમાંથી વિદેશી દારૂની 2 હજાર 414 બોટલ મળી આવી. દારૂ સહિત પોલીસે રૂપિયા 6.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article