VIDEO: 16 વર્ષની દિકરીનું દર્દ અને પોલીસે પૂરું કર્યું સપનું, રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી

|

Jun 28, 2019 | 12:31 PM

શું તમે 16 વર્ષની યુવતીને પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા જોઈ છે. રાજકોટમાં કંઇક આવું જ બન્યું, શહેરની 16 વર્ષની યુવતી મહિલા પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ અધિકારી બની છે. પરંતુ કેવી રીતે અને શા માટે તે સવાલ તમને ચોક્કસ થઈ રહ્યો હશે. કિશોરીની નાનપણની ઇચ્છા હતી કે, તે પોલીસ અધિકારી બને અને આખરે તેની ઇચ્છા પુરી […]

VIDEO: 16 વર્ષની દિકરીનું દર્દ અને પોલીસે પૂરું કર્યું સપનું, રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી

Follow us on

શું તમે 16 વર્ષની યુવતીને પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા જોઈ છે. રાજકોટમાં કંઇક આવું જ બન્યું, શહેરની 16 વર્ષની યુવતી મહિલા પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ અધિકારી બની છે. પરંતુ કેવી રીતે અને શા માટે તે સવાલ તમને ચોક્કસ થઈ રહ્યો હશે. કિશોરીની નાનપણની ઇચ્છા હતી કે, તે પોલીસ અધિકારી બને અને આખરે તેની ઇચ્છા પુરી થતાં તેના મોં પર ખુશી જોવા મળી છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં મોતનો થાંભલો, પુણાગામમાં વીજ થાંભલાને અડકી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કિશોરીના ચહેરાની ખૂશી પાછળ એક દર્દનાક કહાની પણ છે. કિશોરી જન્મથી એઇડ્સથી પીડિત છે. કુદરતની થપાટને કારણે કિશોરીની ઇચ્છા પુરી થાય તેને લઇને સવાલ હતો. જેથી એઇડ્સગ્રસ્ત લોકો માટે કામ કરતી સંસ્થા તેની વહારે આવી અને પોલીસ કમિશનરનો સંપર્ક કરી મંજૂરી લેવામાં આવી હતી. પોલીસ કમિશનરે તેને મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બનાવ્યા, લોકોની સમસ્યા પણ સાંભળી, તેનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરાયું અને પોલીસ ઓફિસર ચાર્જ સંભાળે ત્યારે રાખવામાં આવતા અનુશાસનને પણ ધ્યાને રખાયું.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કિશોરીના અંતિમ શ્વાસ પહેલા તેનું સ્વપ્ન પૂર્ણ થતાં કિશોરીની આંખમાં ચમક અને ચહેરા પર સ્મિત જોવા મળી છે. એઇડ્સગ્રસ્ત બાળકોના મનોબળને મજબૂત કરવાનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. સાથે જ પોલીસ વિભાગે કરેલો આ પ્રયોગ પણ સરાહનીય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:09 pm, Fri, 28 June 19

Next Article