રાજ્યમા ભારે વરસાદના કારણે નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા

|

Sep 13, 2021 | 9:49 PM

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે...વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

રાજ્યમા ભારે વરસાદના કારણે નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા
159 roads in the state including national and state highways closed due to Heavy rains

Follow us on

GUJARAT : રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ થયા છે, જેમાં 1 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઇવે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે. જામનગરમાં કાલાવાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ થયો છે. આ મોટાભાગના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

પાછલા 12 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 15 તાલુકાઓમાં 4 ઇંચથી 20 ઇંચ વરસાદ, 5 તાલુકાઓમાં 8 ઇંચથી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના વિસાવદરમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો, જામનગર કાલાવડમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો અને રાજકોટ શહેરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટના ધોરાજી અને કોટડાસાંગાણીમાં 8 ઇંચ વરસાદ, ગોંડલ અને પડધરીમાં 7-7 ઇંચ વરસાદ અને જામકંડોરણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા 24 કલાકમાં 212 તાલુકા અને છેલ્લા 12 કલાકમાં 161 તાલુકામાં વરસાદ પડતા આ તાલુકાઓમાં થઈને રાજ્યમાં નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા છે.

Published On - 9:29 pm, Mon, 13 September 21

Next Article