
આજે 15 ઓગસ્ટને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભાજપ સંસદીય બોર્ડની બેઠક, આગામી રવિવાર, 17 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવશે અને શક્ય છે કે તે જ દિવસે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે.
ડાકોરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. રણછોડરાયજી મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીની ઉજવણી માટે ડાકોરનું સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં તૈયારીઓ પૂર્ણ થવા પામી છે. આ પવિત્ર પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી આવતીકાલ શનિવારે થવાની છે, જેના માટે મંદિરને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરને નયનરમ્ય લાઇટિંગથી રોશન કરવામાં આવ્યું છે, જેનો અવકાશી નજારો અત્યંત મનમોહક અને આકર્ષક લાગે છે. સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યું છે, જેના કારણે એક અદ્ભુત અને અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું છે. ભક્તોમાં જન્માષ્ટમીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા અને આ પાવન પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે ડાકોર ઉમટી પડશે.
પંચમહાલના ગોધરાના પરવડી બાયપાસ નજીક ચાલતા સ્પા સેન્ટર અને ગેસ્ટ હાઉસ સામે મહિલાઓએ વિરોધ કર્યો હતો. પરવડી ગ્રામપંચાયત હદમાં સ્પા સેન્ટર તેમજ ગેસ્ટહાઉસ બંધ કરવાની માંગ કરી હતી. ગામના મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને સૂત્રોચાર કરી ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો. સ્પા સેન્ટર અને ગેસ્ટ હાઉસમાં ગેર કાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાનો ગામ લોકોનો આરોપ છે. ગેસ્ટ હાઉસ અને સપા સેન્ટર બંધ કરવામાં આવે તેવી સ્થાનિક ગામ લોકોએ માંગ કરી છે.
કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે 15 ઓગસ્ટના સાંજે 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 32 કિમી દૂર નોંધાયું હતું.
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ ગીર સોમનાથ જતા અનેક પ્રવાસીઓ ટ્રાફિક જામ ફસાયા હતા. સાતમ આઠમના તહેવારોમા ગીર સોમનાથ અને જુનાગઢ તરફ પ્રવાસીઓનો મોટો ઘસારો રહ્યો છે. ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડથી જામવાળી પેટ્રોલ પંપ સુધી બે કિલોમીટર સુધીના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ જેતપુર હાઇવે પર સિક્સલેનનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે. જેના કારણે અવારનવાર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઇસનપુર, મણિનગર, વટવા, ઘોડાસર, નારોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો પશ્ચિમ અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
કર્ણાટકના ધારાસભ્ય સતીશ સેઇલ અને તેમની કંપનીઓ સામે EDએ મોટી કાર્યવાહી કરી છે. બેંગલુરુ ઝોનલ ઓફિસની ટીમે કર્ણાટક, ગોવા, મુંબઈ અને દિલ્હીમાં એક સાથે દરોડા પાડ્યા હતા, જેમાં 1.41 કરોડ રૂપિયા રોકડા અને 6.75 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગેરકાયદેસર આયર્ન ઓર નિકાસ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.
સુરતના અલથાણમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતા મુસ્લિમ યુવક-નેપાળી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આધારકાર્ડમાં હિન્દુ નામ ધારણ કરી મુસ્લિમ યુવક અને નેપાળી યુવતી સુરતમાં રહેતા હતા. જેમની સુરત એસઓજીએ ધરપકડ કરી છે. સુનિલ ઉર્ફ સુલતાન અને સ્વાતિ ઉર્ફે ઇશિકાની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે SOG દ્વારા અલથાણ સંગીની સર્કલથી ખાટુ શ્યામ મંદિર જતા રોડ પરથી આ બંનેને ઝડપી લેવાયા હતા. પોલીસે સુલતાન ઉર્ફે સુનિલ મંડલ શેખ તેમજ સ્વાતિ ઉર્ફે ઇશિકા સિંહની ધરપકડ કરી છે. સુલતાન અને ઈશિતા બંને કડોદરાની અનુપમ રેસીડેન્સીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. બંને પાસેથી પોલીસે અલગ અલગ 4 આધાર કાર્ડ, 1 પાનકાર્ડ અને 4 મોબાઈલ જપ્ત કર્યા છે.
સુલતાને જણાવ્યું કે તે મુસ્લિમ હતો અને વેસ્ટ બંગાળથી આવતો હોવાથી તેને નોકરી મળતી ન હતી. મુસ્લિમ હોવાથી તેને કોઈ મકાન પણ ભાડે આપતું ન હતું અને એટલા માટે નોકરી અને મકાન મેળવવા હિન્દુ નામ ધારણ કરી બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. આ સમગ્ર મામલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
જૂનાગઢના માળિયાહાટીના નજીક આવેલ ઘોઘમ ધોધમા ડુબી જવાથી સગીરનુ મોત થયું છે. સેલ્ફીની ઘેલછામા સગીરે જીવ ગુમાવ્યો છે. મૃતક પોતાના મિત્રો સાથે માળિયા હાટીનાના વડાળા ગામ નજીક આવેલ ઘોઘમ ધોધ ખાતે ફરવા આવ્યો હતો. સેલ્ફી લેવા જતા સગીર ધોધમા સરી પડ્યો હતો. ધોધના પાણીમા ડુબી જવાથી સગીરનું મોત થયું હતું.
રાજકોટ સ્થિત જન્માષ્ટમીના મેળાને લઇને સારા સમાચાર તંત્ર તરફથી મળ્યા છે. આખરે લોકમેળામાં કેટલીક રાઇડ્સને મંજૂરી છે. 11 જેટલી રાઇડ્સને મંજૂરી મળતા મેળાનો રંગ જામ્યો છે. કુલ 37 પૈકી 11 રાઇડ્સ મેળામાં ચાલુ થવા પામી છે. અન્ય રાઇડ્સ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બાકીની તમામ રાઇડ્સને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે.
દિલ્હીના નિઝામુદ્દીનમાં એક મોટી દુર્ઘટના બની છે. મુઘલ સમ્રાટ હુમાયુની કબર નિઝામુદ્દીનમાં જ છે. શુક્રવારે હુમાયુની કબરની પાછળ આવેલ દરગાહની છત અચાનક તૂટી પડી. આ દરમિયાન 5 થી 6 લોકો છતના કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્ર સરકારે GSTના હાલના 12 અને 28 ટકાના સ્લેબને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને 5 ટકા અને 18 ટકાના બે દરનો પ્રસ્તાવ મૂક્યો છે.
યાત્રાધામ અંબાજીમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો હતો. વરસાદને કારણે અંબાજીના બજારોને હાઇવે ઉપર પાણી ભરાયા હતા. અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક નાના મોટા વાહનો વરસાદી પાણીમાં અટવાયા હતા. પાણીના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ટુ વ્હિલર્સ અને ફોર વ્હીલર વાહનોને પાણીમાં અટવાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા.
કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ ખાનગી કંપની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા કડી અને બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
જામનગર: અનેક વિવાદો બાદ આખરે શ્રાવણી મેળાનો પ્રારંભ થયો છે. પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાની વિધિવત શરૂઆત થઇ છે. સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં 43 સ્ટોલ લાગ્યા છે, 52 CCTV કેમેરાથી સજ્જ છે. મેળો શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા ઉમટ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીતમાં તેમણે કિશ્તવાડ વિશે માહિતી લીધી છે. સીએમ ઓમરે કહ્યું કે મને હમણાં જ માનનીય પ્રધાનમંત્રી મોદીનો ફોન આવ્યો છે. મેં તેમને કિશ્તવાડની પરિસ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં વિશે માહિતી આપી છે. વાદળ ફાટવાથી પ્રભાવિત લોકોને મળેલા સમર્થન અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ સહાય માટે મારી સરકાર આભારી છે.
જન્માષ્ટમીના મેળામાં નાસતાના અખાદ્ય ખોરાકથી સ્વાસ્થ્ય બગડવાને લઈને સાવચેત રહેવાની તાકીદ આપવામાં આવી છે. રાજકોટમાં આયોજિત મેળા દરમિયાન આરોગ્ય વિભાગે વિવિધ ફૂડ સ્ટોલમાં તપાસ ચલાવી હતી, જેમાં 160 કિલોગ્રામ સડેલા બટાટા, રંગદાર ચટણી સહિતનો અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે આ જથ્થાનો નાશ કર્યો છે અને સ્ટોલધારકોને ફૂડ લાયસન્સ અંગે નોટિસ પાઠવી છે. આ કાર્યવાહીથી મેળામાં જાતે ખાતા પહેલા ખોરાકની ગુણવત્તા અંગે ચેતનશીલ રહેવું જરૂરી બન્યું છે.
આણંદના BAPS અક્ષરફાર્મમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ચરોતર પ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન રાષ્ટ્રભક્તિમય માહોલ બન્યો હતો અને સમગ્ર અક્ષરધામ પરિસર ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું..મંદિરના સ્વયંસેવકોએ સ્વતંત્રતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો. અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નવાપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભા દરમિયાન રોડ બનાવવાના મુદ્દેpresentation આપતી મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. ઘટના દરમિયાન કેટલાક લોકોએ લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. increasing તંગદિલી વચ્ચે મારામારી સુધીની પરિસ્થિતિ સર્જાઈ હતી. બાદમાં નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાને શમાવ્યો.
સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફાયર NOC વિના કાર્યરત ત્રણ શાળાઓ માંગરોળ વેલફેર પ્રાથમિક શાળા, પાલોદ સંસ્કાર વિદ્યાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરી છે. અન્ય 17 શાળાઓનું ઓફલાઈન શિક્ષણ પણ તાત્કાલિક અસરથી બંધ કરાયું છે.
ભારત અને પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સ્વતંત્રતા પર્વને લઈ અનેક દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા. ઓપરેશન સિંદૂર વખતે BSFના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
બનાસકાંઠા: અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયા પાણી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી. અસહ્ય ઉકળાટથી સ્થાનિકોને રાહત મળી. ખેડૂતોએ કરેલા વાવેતરને જીવનદાન મળશે.
રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે ગૃહરાજ્ય પ્રધાનની મોટી જાહેરાત થઇ છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતમાં દેશનું પ્રથમ સ્પેશ્યિલ સાયબર ક્રાઈમ યુનિટ બનશે. આ યુનિટ માટે ₹500 કરોડનું બજેટ ફાળવવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યુનિટ કામ કરશે. SP સહિતના અધિકારીઓ, ટેક્નિકલ ટીમોને એપોઈન્ટ કરાશે.
જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોક પર લહેરાયો તિરંગો. પર્યટકોએ લાલ ચોક પર કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી થઇ. ગુજરાતના પર્યટકો પણ લાલ ચોકની ઉજવણીમાં જોડાયા.
પશ્રિમ બંગાળ: બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા. 35 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ગાપુર જતી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ. નાળા ફેરીઘાટ પાસે નેશનલ હાઈવે નંબર 19 પર અકસ્માત થયો. પાર્ક કરેલી ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાઈ. બસમાં કુલ 45 મુસાફરો સવાર હતા. બસમાં સવાર તમામ મુસાફરો બિહારના હોવાનું સામે આવ્યું છે. ગંગા સ્નાન કરીને મુસાફરો પરત ફરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રશંસા કરી છે. તેમણે RSSને વિશ્વની સૌથી મોટી NGO ગણાવી છે. PMએ કહ્યું કે RSS પાસે 100 વર્ષની ભવ્ય સેવા છે. સંઘની આ 100 વર્ષની સેવા પર દેશ ગર્વ અનુભવે છે. તે રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરે છે.
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના યુવાનો માટે મોટા સમાચાર છે. આજે, 15 ઓગસ્ટના રોજ, હું મારા દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના શરૂ કરી રહ્યો છું. આજથી, પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા છોકરાઓ અને છોકરીઓને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. આનાથી 3.5 કરોડ યુવાનોને રોજગાર મળશે.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે આ દિવાળી, દેશને એક મોટી ભેટ આપવામાં આવશે. દિવાળીમાં GST સુધારા કરવામાં આવશે અને કરમાં ઘણી હદ સુધી ઘટાડો કરવામાં આવશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. સમયની માંગ GST ઘટાડવાની છે. સામાન્ય લોકો માટે કર ઘટાડવામાં આવશે.
Big gift to the Nation, next-generation GST reforms by Diwali: Prime Minister Narendra Modi #IndependenceDay #NewIndiaTheme #PMModi #RedFort #79thIndependenceDay #IndependenceDay2025 #Indiaat79 #TV9Gujarati pic.twitter.com/kXoDcoHoLP
— Tv9 Gujarati (@tv9gujarati) August 15, 2025
પીએમ મોદીએ કહ્યું કે ગુલામીએ આપણને ગરીબ બનાવ્યા હતા, ગુલામીએ આપણને આશ્રિત પણ બનાવ્યા હતા, બીજાઓ પર આપણી નિર્ભરતા વધી હતી. આઝાદી પછી, લાખો લોકોને ખવડાવવા એ એક મોટો પડકાર હતો, પરંતુ મારા દેશના ખેડૂતોએ લોહી અને પરસેવાથી દેશના ખાદ્ય ભંડારો ભરી દીધા. દેશને અનાજના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવ્યો. આજે પણ રાષ્ટ્ર માટે આત્મસન્માનનો સૌથી મોટો માપદંડ તેની આત્મનિર્ભરતા છે. વિકસિત ભારતનો આધાર પણ ‘આત્મનિર્ભર ભારત’ છે.
પીએમ મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ઉત્પાદન ફેક્ટરી સ્થાપવાની યોજના 50-60 વર્ષ પહેલા આવી હતી પરંતુ ફાઇલો અટવાઈ ગઈ, લટકતી ગઈ અને ખોવાઈ ગઈ. 50 વર્ષ પહેલા સેમિકન્ડક્ટર ફાઇલ દફનાવવામાં આવી હતી. પરંતુ હવે મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર બજારમાં આવશે. છ યુનિટ બનાવવામાં આવ્યા છે અને ચાર વધુ સેમિકન્ડક્ટર યોજનાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. પરંતુ આ વર્ષના અંત સુધીમાં, ભારતમાં બનાવેલી, ભારતના લોકો દ્વારા બનાવેલી, સેમિકન્ડક્ટર ચિપ્સ બજારમાં આવશે. ઉર્જા ક્ષેત્રમાં, આપણે બધા જાણીએ છીએ કે આપણે ઉર્જા માટે ઘણા દેશો પર નિર્ભર છીએ. પેટ્રોલ, ડીઝલ, ગેસ માટે આપણે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા પડશે. આપણે આ કટોકટીમાંથી દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. આજે, 11 વર્ષમાં, સૌર ઉર્જા 30 ગણી વધી ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઉંઘ હરામ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં વિનાશ એટલો મોટો છે કે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, નવી માહિતી આવી રહી છે. 22 એપ્રિલ પછી, અમે અમારી સેનાને છૂટ આપી દીધી. તેઓ રણનીતિ અને લક્ષ્ય નક્કી કરે છે, તેઓ સમય પણ નક્કી કરે છે અને પછી અમારી સેનાએ એવું કર્યું જે ઘણા દાયકાઓથી બન્યું ન હતું. તેઓ દુશ્મનની ભૂમિમાં સેંકડો કિલોમીટર અંદર ઘૂસી ગયા અને આતંકવાદી મુખ્યાલયને જમીનદોસ્ત કરી દીધું, આતંકવાદી ઇમારતોને ખંડેર બનાવી દીધી.
પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ગુલામીએ આપણને ગરીબ બનાવી દીધા છે. આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, આપણી શક્તિનું રક્ષણ, જાળવણી અને વધારો કરવા માટે આત્મનિર્ભર બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું કે મેડ ઇન ઇન્ડિયાએ અજાયબીઓ કરી. દુશ્મનને પણ ખબર નહોતી કે શસ્ત્રો શું છે. જો આપણે આત્મનિર્ભર ન હોત, તો શું આપણે આટલી ઝડપી ગતિએ ઓપરેશન સિંદૂર ચલાવી શક્યા હોત? આપણને કયા સાધનો મળશે તેની ચિંતા હોત. પરંતુ આપણે સેનાના હાથમાં મેડ ઇન ઇન્ડિયાની શક્તિ આપી, તેથી ચિંતા કર્યા વિના, કોઈ વિક્ષેપ વિના, કોઈ ખચકાટ વિના, આપણી સેનાએ પોતાનું બહાદુરીનું પ્રદર્શન ચાલુ રાખ્યું. છેલ્લા 10 વર્ષથી, તેઓ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના મિશનને સતત આગળ ધપાવી રહ્યા છે.
લાલ કિલ્લાના પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું કે ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. ભારતીય નદીઓનું પાણી દુશ્મનોને સિંચાઈ કરી રહ્યું છે. ભારતને તેનો હિસ્સો પાણી મળશે. ભારતના ખેડૂતોનો તેના પર અધિકાર છે. સિંધુ કરાર એકતરફી અને અન્યાયી હતો. આ કરાર રાષ્ટ્રીય હિતમાં સ્વીકાર્ય નથી.
તેમણે કહ્યું કે 1947 માં આપણો દેશ અનંત શક્યતાઓ અને લાખો હથિયારોના બળ સાથે સ્વતંત્ર થયો. દેશની આકાંક્ષાઓ ઉંચી ઉડતી હતી, પરંતુ પડકારો તેનાથી પણ મોટા હતા. પૂજ્ય બાપુના સિદ્ધાંતોને અનુસરીને, બંધારણ સભાના સભ્યોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતનું બંધારણ છેલ્લા 75 વર્ષથી દીવાદાંડી બનીને આપણને માર્ગ બતાવી રહ્યું છે.
હું 15 ઓગસ્ટનું વિશેષ મહત્વ પણ જોઈ રહ્યો છું. આજે મને લાલ કિલ્લાની કિલ્લા પરથી ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો. ઓપરેશન સિંદૂર એ ગુસ્સાની અભિવ્યક્તિ છે. પાકિસ્તાનમાં વિનાશ એટલો મોટો છે કે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આપણો દેશ ઘણા દાયકાઓથી આતંકવાદ સહન કરી રહ્યો છે. દેશની છાતી વીંધાઈ ગઈ છે. આપણે હવે આતંકવાદ અને આતંકવાદીઓને પોષનારાઓને શક્તિ આપનારાઓને અલગ નહીં ગણીએ. તેઓ માનવતાના સમાન દુશ્મનો છે. તેમની વચ્ચે કોઈ ફરક નથી. ભારતે નક્કી કર્યું છે કે આપણે હવે પરમાણુ ધમકીઓને સહન નહીં કરીએ. પરમાણુ બ્લેકમેલ ઘણા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ આપણે તેને સહન નહીં કરીએ. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે.
દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનો તહેવાર સંકલ્પોનો તહેવાર છે. બંધારણ એક દીવાદાંડી બની ગયું છે અને દેશને પ્રકાશ આપી રહ્યું છે. આ સામૂહિક સિદ્ધિઓનો તહેવાર છે. આજે લાલ કિલ્લા પર ઘણા ખાસ મહાનુભાવો હાજર છે. કલમ 370 ની દિવાલ તોડીને આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધનમાં કહ્યુ કે હવે ભારતે નક્કી કરી લીધુ છે કે અમે ન્યુક્લીયરની ધમકીઓને નહીં સહન કરીએ. ભારતે નક્કી કરી લીધુ છે કે લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે.
પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે પહેલગામમાં કત્લેઆમ થયો, પત્નીની સામે પતિની હત્યા કરી દેવાઇ. જો કે સેનાએ એ કરી બતાવ્યુ જે દશકોમાં કોઇએ નથી કર્યુ. તેંમના ઘરમાં ઘુસીને તેમનો ખાત્મો કર્યો.
પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહ્યુ કે દેશ એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે. આ સામૂહિક સિદ્ધિ અને ગર્વની ક્ષણ છે. આજે આપણે ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છીએ.
પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગમાં રંગાયેલા છે. ભારતના દરેક ખૂણામાંથી, પછી તે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારો હોય કે ગીચ વસ્તીવાળા વિસ્તારો, દરેક જગ્યાએથી ફક્ત એક જ પડઘો, ફક્ત એક જ સૂત્ર સંભળાય છે – આપણી માતૃભૂમિની સ્તુતિ, જે આપણા જીવન કરતાં પણ પ્રિય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 12મી વાર ત્રિરંગો ફરકાવ્યો.
Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort.#IndependenceDay #NewIndiaTheme #PMModi #RedFort #79thIndependenceDay #IndependenceDay2025 #Indiaat79 #TV9Gujarati pic.twitter.com/sPX8Z3ujJI
— Tv9 Gujarati (@tv9gujarati) August 15, 2025
જવાહરલાલ નહેરુએ 1947માં લાલ કિલ્લા પર પહેલી વાર ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે 1963 સુધી સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો હતો. ઇન્દિરા ગાંધીએ 1966 થી 1976 અને 1980 થી 1980 સુધી 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો. આજે 12મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવા જઈ રહ્યા છે. મનમોહન સિંહે 2004 થી 2013 સુધી 10 વખત ધ્વજ ફરકાવ્યો હતો. સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. અગાઉ આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે હતો, જેમણે 1947માં 72 મિનિટનું ભાષણ આપ્યું હતું. પરંતુ 2024માં મોદીએ તેને તોડી નાખ્યો અને 98 મિનિટનું ભાષણ આપ્યું.
દેશ આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ વખતે સ્વતંત્રતા દિવસની થીમ ન્યૂ ઇન્ડિયા છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનના આતંકવાદી જૂથો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. આજે, ઓપરેશન સિંદૂરના 100 દિવસ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્વતંત્રતાની ઉજવણીની સાથે, ઓપરેશન સિંદૂરની સફળતાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યું. લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ, પીએમ મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
Prime Minister Narendra Modi arrives at the Red Fort to lead the nation in celebrating #IndependenceDay
Pics: DD pic.twitter.com/nqJ6MMzIRF
— ANI (@ANI) August 15, 2025
પીએમ મોદી ત્રિરંગો ફરકાવશે, રાષ્ટ્રને સંબોધિત કરશે, ભારત ‘ન્યુ ઇન્ડિયા’ થીમ સાથે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. PM મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
Published On - 7:15 am, Fri, 15 August 25