Breaking News : ગુજરાતમાં 13 IAS અધિકારીની બદલી, રાજકોટ કલેકટર – જૂનાગઢ મ્યુ. કમિ. બદલાયા

ગુજરાત સરકારે આજે મોડી સાંજે, રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના  મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Breaking News : ગુજરાતમાં 13 IAS અધિકારીની બદલી, રાજકોટ કલેકટર - જૂનાગઢ મ્યુ. કમિ. બદલાયા
( સાંકેતિક તસવીર )
| Edited By: | Updated on: Jun 17, 2025 | 10:01 PM

ગુજરાત સરકારે આજે મોડી સાંજે, રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના  મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે. જેમાં શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની પણ બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમારના સ્થાને, અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે.

રમેશચંદ્ર મીનાની બદલી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો અશ્વિની કુમાર પાસે હતો. અશ્વિનીકુમાર પાસે સંસદીય બાબતોનો વધારાનો હવાલો બીજો આદેશ ના થાય ત્યા સુધી યથાવત રહેશે.

મીલિંદ તોરવણેને પંચાયત વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે મીલિંદ તોરવણેની બદલી આ વિભાગમાં કરવામાં આવી છે.

આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો હવાલો  સોંપવામાં આવ્યો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે. તો જૂનાગઢના મ્યુનિસિપ કમિશનર પદે તેજસ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ગુજરાત ટુરિઝમમાં મેનેજીંગ ડિરેકટર બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને ઓમ પ્રકાશને રાજકોટ જિલ્લાના  નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે.

આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:56 pm, Tue, 17 June 25