12th Science Result: રાજકોટમાં ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR, બનવા માગે છે ડોક્ટર

|

May 12, 2022 | 12:43 PM

ગુજરાત (Gujarat) રાજ્યમાં સૌથી વધારે પરિણામ રાજકોટ (Rajkot Latest News) જિલ્લાનું 85.78 % આવ્યું છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિધાર્થીઓએ ડી.જેના તાલે ગરબે ઝૂમીને આ ઉજવણી કરી હતી.

12th Science Result: રાજકોટમાં ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR, બનવા માગે છે ડોક્ટર
ફાઈલ ઈમેજ

Follow us on

આજે ધોરણ 12 સાયન્સનું (12th Science Result) પરિણામ આવ્યું છે અને સાથે જ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.  ગુજરાત રાજ્યમાં સૌથી વધારે પરિણામ રાજકોટ (Rajkot Latest News) જિલ્લાનું 85.78 % આવ્યું છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિધાર્થીઓએ ડી.જેના તાલે ગરબે ઝૂમીને આ ઉજવણી કરી હતી. જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે.

જુનાગઢ જિલ્લાનો ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR

રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે. જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ 99.83 પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે. અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે.

બે મહિના ભારે મુશ્કેલી પડી હતી-અમિત

એક તરફ કોરોનાનો કપરો કાળ હતો અને તેવા સમયે પરિક્ષા આવવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ હતો. અમિતે પોતાની સંધર્ષની વાત રજૂ કરતા કહ્યુ હતું કે હું રાજકોટ રૂમ રાખીને રહુ છું. અહીં કોરોના સમયે શાળાના સપોર્ટથી કોઇ મુશ્કેલી પડી ન હતી પરંતુ કોરોનાના લોકડાઉનના બે મહિના અભ્યાસ માટે ભારે મુશ્કેલી પડી હતી. અભ્યાસમાં વિક્ષેપ પાડી શકાય તેમ ન હતો પરંતુ આવા માહોલ વચ્ચે પણ મનથી અભ્યાસ કર્યો અને ધાર્યુ પરિણામ મેળવ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજકોટ જિલ્લો બન્યો રાજ્યમાં પ્રથમ

રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ બન્યો છે. રાજકોટનું 85.78% પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 6770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 17 વિદ્યાર્થીઓને A1, 397 વિદ્યાર્થીઓને A2 ,1034 વિદ્યાર્થીઓને B1 અને 1422 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે. આ સાથે આ વર્ષના પરીણામોમાં ખેડુત પુત્રોએ બાજી મારી છે. અકબરી હાર્દિક 99 PR, કંડોરિયા ધવલ 98.26 PR, બરાડિયા સંદિપ 97 PR, તેમજ બરાડિયા નિલેશએ 96.50 સાથે બાજી મારી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કાળને કારણે ગતવર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. આ કારણથી આ વર્ષની પરીક્ષા અને પરીણામનું મહત્વ વધારે હતું. અને ગુજરાત બોર્ડ દ્વારા ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org   પર સવારે 10 વાગે પરીણામ મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો પોતાના સિટ નંબરના આધારે પરીણામ ચેક કરી શકે છે.

 

Published On - 12:32 pm, Thu, 12 May 22

Next Article