રાજકોટ: ડિપ્લોમા ડિગ્રીના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયુ, પોલીસે આરોપીની કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં બોગસ સર્ટિફિકેટનું (Bogus Certificate) કૌભાંડ ચાલે છે, જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 17, 2022 | 11:24 AM

Rajkot : રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે નકલી સર્ટિફીકેટ (Bogus Certificate) બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. નાના મૌવા રોડ પર PGVCLની ઓફિસ પાસે માધવ કોમ્પલેક્ષમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં SEIT એજ્‍યુકેશન નામની ઓફિસમાં તપાસ કરી તો સરકારની માન્યતા વગર ગેરકાયદે ITI અને ડિપ્લોમાં ડિગ્રી કોર્સના નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. હાલ જયંતિ સુદાણી નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાન્‍ચને બાતમી મળી હતી કે શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે. જેથી પોલીસે (Rajkot Police) છટકું ગોઠવ્યું હતું.

પોલીસે ડમી વિદ્યાર્થી દ્વારા કૌંભાડનો પર્દાફાશ કર્યો

જેમાં એક ડમી વિદ્યાર્થી મોકલીને સર્ટિફિકેટ માટે વાત કરી હતી,તે દરમિયાન ઓફીસમાં હાજર આરોપી જયંતિએ 2008ની સાલનું મિકેનિકલ ફિટરનું સર્ટિફિકેટ કાઢી આપવા તૈયારી પણ બતાવે છે અને આ માટે 15 હજાર રૂપિયાની માગણી પણ કરે છે. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી આરોપી જયંતિએ પોતાને પ્રિન્સિપાલ દર્શાવતો સ્‍ટેમ્‍પ પણ મારી આપ્યો. આ મામલે હવે આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.આ પહેલા પણ આ પ્રકારના નકલી સર્ટિફિકેટ કૌભાડ મળી આવ્યા છે.ત્યારે હાલ વધતા જતા આવા કૌંભાડને કારણે વિદ્યાર્થીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati