વાલિયા – નેત્રંગ રોડ ઉપર શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલ્ટી જતા 11લોકો ઈજાગ્રસ્ત થયા

|

Jul 11, 2021 | 11:01 AM

બનાવની જાણ થતાની સાથે જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.ટેમ્પો માંથી પટકાયેલા અને કાટમાળમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વ્યસ્થા કરવામાં આવી હતી .

વાલિયા - નેત્રંગ રોડ ઉપર શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલ્ટી જતા 11લોકો ઈજાગ્રસ્ત થયા
Tempo Overturn on Valiya _ Netrang Road, 11 injured

Follow us on

ભરૂચના વાલિયાથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર આજ રોજ સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવી હતી. શ્રદ્ધાળુઓને લઈ જતો ટેમ્પો બેકાબુ થઇ પાલી ખાઈ જતા ટેમ્પામાં સવાર  11 લોકોને ઈજાઓ પહોંચી હટી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દેવમોગરા દર્શનાર્થે જઈ રહેલ શ્રદ્ધાળુઓના સંઘને  ટેમ્પોમાં વાલિયા નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમ્યાન ટેમ્પો ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. વાહનની ગતીવધુ હોવાના કારણે ચાલકે  સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની બાજુમાં વરસાદી કાંસમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવાર 11 મુસાફરોને ઇજા પહોંચી હતી.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

બનાવની જાણ થતાની સાથે જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.ટેમ્પો માંથી પટકાયેલા અને કાટમાળમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વ્યસ્થા કરવામાં આવી હતી . 108 ને ઘટનાની જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી .

સ્થાનિક ગ્રામજનોની મદદથી અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નેત્રંગ ખસેડવામાં આવ્યા છે. 11 લોકો પૈકી 2 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.જેને વધુ સારવાર માટે ભરૂચ ખસેડવાની તજવીજ શરૂ કરાઈ હતી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના શ્રદ્ધાળુઓ ટેમ્પામાં બેસી દેવમોગરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા દરમ્યાન તેઓને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે

Next Article