Breaking News : પેપરલીકના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને કરશે વધુ તપાસ

|

Jan 30, 2023 | 3:41 PM

હવે ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે.

Breaking News : પેપરલીકના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને કરશે વધુ તપાસ
Saurashtra university paper leak

Follow us on

જુનિયર કલાર્કની પરીક્ષાના પેપરલીકના આરોપીઓના જસ્ટિસ આર આર મિસ્ત્રીની કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારે 10 દિવસના રિમાન્ડની કોર્ટે મંજુરી આપી છે. હવે ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. ATSની ટીમમુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ  લઈને આવી હતી. જીત નાયકે પેપરની ચોરી કરીને પેપર પ્રદીપને આપ્યું હતું.

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પેપરલીકમાં તેલંગાણા ઉપરાંત બિહાર, ઓડિશા સહિતના રાજ્યોની ગેંગની સંડોવણી સામે આવી છે. વડોદરામાં આવેલા કોચિંગ ક્લાસીસમાં આ પેપર મોકલવામાં આવ્યું હતું. આ પેપર લેવા માટે કેટલાક ઉમેદવારો ક્લાસીસમાં આવ્યા. પરંતુ ગુજરાત એટીએસ અગાઉથી મળેલી બાતમીના આધારે ક્લાસીસ પર ત્રાટકી અને પેપરલીકના પાપીઓ સકંજામાં આવી ગયા હતા.

આરોપીઓ સકંજામાં આવ્યા બાદ ચોંકાવનારા ખુલાસાઓ

માહિતી મુજબ જીત નાયકે તેમના સગા પ્રદીપ નાયકને પેપરની કોપી આપી હતી.મોરારી પાસવાન પેપર ફોડનારા લોકો અને સોલ્વ કરાવનારા લોકો વચ્ચેની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ નાયકના વડોદરામાં કોઇ સંપર્ક નહોતા પરંતુ તે મોરારી પાસવાન દ્વારા વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પેપર ફૂટયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષે જાહેરાત કરી કે રદ કરાયેલી પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે. જોકે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષે 9.53 લાખ પરીક્ષાર્થીઓને પડેલી હાલાકી અંગે ન તો કોઈ પ્રતિક્રિયા આપી ન તો મીડિયાના કોઈ સવાલોના જવાબ આપ્યા

Published On - 3:29 pm, Mon, 30 January 23

Next Article