Yummy Recipes: મેગીમાંથી જ બનતી આ રેસીપી તમે ટ્રાય કરી છે? તો વાંચો આ નવી રેસીપીની ટિપ્સ અને આજેજ બનાવો

|

Apr 25, 2021 | 11:58 AM

આપ આપના ઘર પર આવેલ મેહમાનોને અથવા પાર્ટીમાં આ મેગી પોકેટ્સને સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકો છો.

Yummy Recipes: મેગીમાંથી જ બનતી આ રેસીપી તમે ટ્રાય કરી છે? તો વાંચો આ નવી રેસીપીની ટિપ્સ અને આજેજ બનાવો
મેગી મસાલા પોકેટ્સ

Follow us on

Yummy Recipes: આજે આપણે સૌની મનપસંદ એવી મેગીમાંથી બનતી રેસીપી શીખવાડવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેગી મસાલા પોકેટ્સ (Maggi Masala Pockets). મેગી મસાલા પોકેટ્સ એ મેગીના સ્ટફીંગ વડે બનવવામાં આવેલ બ્રેડ પોકેટ્સ છે, જે એક સ્ટાર્ટર ડીશ તરીકે અત્યંત સુંદર લાગશે. આપ આપના ઘર પર આવેલ મેહમાનોને અથવા પાર્ટીમાં આ મેગી પોકેટ્સને સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકો છો. બાળકોને મેગી ખુબજ પ્રિય હોવાથી તેમને આ ડીશ ચોક્કસપણે પસંદ પડશે. મેગી મસાલા પોકેટ્સને આપ આપના બાળકોના લંચ બોક્ષમા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.

મેગી મસાલા પોકેટ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

બ્રેડની ૬ સ્લાઈસ (bread slices).

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

૨ ચમચી ઝીણી સમારેલ ગાજર (carrots).

૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી (onion).

૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ (capsicum).

૩ ચમચી ઝીણા સમારેલ ટામેટા (tomato).

અન્ય સામગ્રીઓ:

૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-garlic-chili paste).

૧ મેગી પેકેટ (Maggi packet).

૧ કપ મેંદાના લોટની સ્લરી (all purpose flour slurry).

૧ ચમચી કોથમીર (coriander leaves).

૨ ચમચી તેલ (oil).

તેલ (oil).

મેગી મસાલા પોકેટ્સ બનાવવાની રીત:

સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં ગાજર, ડુંગળી ઉમેરી બન્નેને થોડી વાર સાંતળી લો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ, કેપ્સીકમ, નાંખી થોડી વાર સાંતડો.

હવે તેમાં થોડું જરૂર અનુસાર પાણી ઉમેરી પાણી ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ.ત્યારબાદ તેમાં મેગી ઉમેરી તેને પકાઓ. હવે મેગી મસાલાને એક બાઉલમાં લઇ લો. ધ્યાન રાખો કે મેગીમાં થોડું પણ મોઈસ્ચર ન હોઈ.

હવે બ્રેડની સ્લાઈસ લઇ તેની કિનારી ચપ્પુની મદદથી કાપી લો અને બ્રેડને પાટલા પર રોલ વાળી લો. હવે બ્રેડ સ્લાઈસની એક છેડે મેંદાના લોટની સ્લરી લગાઓ.

હવે તેમાં ૧ ચમચી જેટલો મેગી મસાલો ભરી બ્રેડને બીજા છેડેથી વાળી દો. હથેળી વડે સરખી રીતે દબાવી દો જેથી તે બન્ને બાજુ સરખી રીતે ચોંટી જાય.

આ રીતે બધાજ પોકેટ્સ તૈયાર કરી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી આ પોકેટ્સને મધ્યમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. તેને સર્વિંગ પ્લેટમાં લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો. તમે તેને ચીઝી બનાવવા માટે અંદર ચીઝનો નાનો ટુકડો પણ નાંખી શકો છો

Published On - 11:57 am, Sun, 25 April 21

Next Article