World Laughter Day 2021: વર્લ્ડ લાફ્ટર ડે છે આજ, જાની ક્યાં ભારતીયએ કરી હતી શરૂઆત

|

May 02, 2021 | 5:11 PM

આજે 2 મેના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ લાફ્ટર ડે (વિશ્વ હાસ્ય દિવસ) મનાવવામાં આવી રહ્યો છે. આમનો ઉદેશ્ય લોકોને સ્વસ્થ અને ખુશ-ખુશાલ જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે.

World Laughter Day 2021: વર્લ્ડ લાફ્ટર ડે છે આજ, જાની ક્યાં ભારતીયએ કરી હતી શરૂઆત
World Laughter Day 2021

Follow us on

World Laughter Day 2021 History: આજે 2 મેના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ લાફ્ટર ડે (વિશ્વ હાસ્ય દિવસ) મનાવવામાં આવી રહ્યો છે. આમનો ઉદેશ્ય લોકોને સ્વસ્થ અને ખુશ-ખુશાલ જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે. આને પ્રથમવાર 28 જુલાઈ 2008માં મૂંબઈમાં ડો. મદન મોહન કટારીયાના પ્રયત્નોને કારણે મનાવવામાં આવ્યો હતો.

 

ડોક્ટર મદન કટારીયા લાફ્ટર યોગ આંદોલનના સંસ્થાપક છે. ડોક્ટર મદન કટારીયાને જ 1998માં વિશ્વ લાફ્ટર ડે બનાવવામાં આવ્યું કારણ કે તે હસવાના ફાયદાઓથી ઘણા પ્રેરિત હતા અને ખાસ કરીને જ્યારે હસતાં હોઈએ છીએ, ત્યારે ચહેરા પર આવતા એકપ્રેશન થી જોવામાં આવ્યું છે કે જ્યારે હસતાં હોઈએ છીએ ત્યારે ચહેરાના સ્નાયુઓ ઘણા ખેંચાય છે, જેનાથી ભાવનાઓમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વર્લ્ડ લાફ્ટર ડેનો ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ બનાવી રાખવાનો અને વૈશ્વિક જાગરુકતા, સંબંધોની ચેતનાને બનાવી રાખવાનો એક પ્રયાસ માત્ર છે. 105થી વધુ દેશોએ લાફ્ટર યોગ આંદોલનનું ખુલા દિલથી સ્વાગત કર્યું છે અને વર્લ્ડ લાફટર ડેને છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી પ્રસિધ્ધિ મળી ગઈ છે.

 

વર્લ્ડ લાફ્ટર ડેનું મહત્વ

આ દિવસ એકદમ સુંદર, શક્તિશાળી અને સકારાત્મક ભાવનાઓને સમર્પિત દિવસ છે. આજના સમયમાં જ્યારે વિશ્વ આખું કોરોના મહામારીના ભરડામાં ભીંસાઈ રહ્યું છે, ત્યારે હસી એક ઉત્તમ વેક્સિન સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હસવાના ઘણા ફાયદાઓ છે. ખુશ રહેવું તે સ્વસ્થ જીવન શૈલીની ચાવી છે. આ પાછળ ઘણા વૈજ્ઞાનિક પુરાવાઓ પણ હાજર છે.

 

શું તમે જાણો છો હસવાથી કોર્ટીસોલનું સ્ટાર ઘટે છે જે સ્ટ્રેસ હોર્મોન્સ છે?

હસવાથી ન માત્ર આપની પરેશાનીઓ દૂર થાય છે, પરંતુ તેનાથી શરીરમાં ઘણા પોઝિટિવ બદલાવ પણ આવે છે. જ્યારે કોઈ હસી-ખુશી વાળું જીવન જીવે છે તે સ્ટ્રેસથી થતી ઘણી બીમારીઓથી બચી શકે છે. કોશિશ કરો કે દિવસ દરમ્યાન કોઈના કોઈ વાત પર જરૂર હસો, જેથી આપનું સ્વાસ્થય સારું રહે.

 

હસવાથી તમે 40-60 કેલેરીને ઘણી સરળતાથી ઘટાડી શકો છો. આનાથી ચહેરાના સ્નાયુઓ પણ ટોન-અપ થઈ જાય છે. આનથી ટી-સેલ્સમાં સુધાર આવે છે. મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થય)ને સારું રાખવા માટે હાસ્ય એક ઊઠાં દવા સાબિત થઈ શકે છે. હસવાથી આપની આસપાસનો માહોલ પણ હળવો થઈ જાય છે. કોરોનાકાળમાં ઘરે રહીને વર્લ્ડ લાફ્ટર ડે ઉજવો.

 

Next Article