કઈ રીતે પાડવામાં આવ્યા વારના નામ? અને કઈ રીતે નક્કી થયો તેનો ક્રમ? જાણો અદ્દભુત વાત

|

May 08, 2021 | 11:53 AM

શું તમે જાણો છો કે રવિવાર પછી સોમવાર, પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવ્યા છે? આ ક્રમ ભારતીય ખગોળશાસ્ત્રીઓએ આ ક્રમ આપ્યો છે.

કઈ રીતે પાડવામાં આવ્યા વારના નામ? અને કઈ રીતે નક્કી થયો તેનો ક્રમ? જાણો અદ્દભુત વાત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

શું તમે જાણો છો કે રવિવાર પછી સોમવાર, પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવ્યા છે? એક ખાનગી સમાચારના અહેવાલ અનુસાર આ ક્રમ ભારતીય ખગોળશાસ્ત્રીઓએ આ ક્રમ આપ્યો છે. અને સમગ્ર વિશ્વ ભારતના કેલેન્ડર એટલે કે પંચાંગ માટે ઋણી છે.

અથર્વવેદના અથર્વ જ્યોતિષના 93 મો શ્લોક

सोमो भौमश्च तथा बुध बृहस्पति:।
भार्गव: शनैश्चरश्चैव एते सप्त दिनाधिपा:।।

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહેવાલ અનુસાર આ પુસ્તક ઓછામાં ઓછું 5,000 વર્ષ જૂનું છે. તમને જણાવી દઈએ કે 1 વાર 24 કલાકનો હોય છે જેને ભારતીય શાસ્ત્રોમાં 1 હોરા કહેવામાં આવે છે. મતલબ કે અઢી ઘડી એટલે 1 કલાક.

સૂર્યમંડળમાં ગ્રહોનો ક્રમ તમે જાણતા જ હશો. સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. આપણે પૃથ્વી પર જીવીએ છીએ, તેથી પૃથ્વીને કેન્દ્ર તરીકે ગણીને સૂર્યને પણ એક ગ્રહ તરીકે માનવામાં આવતો હતો.

જોકે સૂર્ય એક તારો છે અને તે સૌરમંડળના કેન્દ્રમાં છે અને સ્થિર છે. પરંતુ તેમને જણાવી દઈએ કે આપણે પૃથ્વી પર સ્થિત હોવાથી અને સૂર્ય પૃથ્વીની પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જતો આપણને જોવા મળે છે, તે આધારે કોઈ પણ ટેકનોલોજી અને યંત્ર વગર સર્વસાધારણ મનુષ્યને દેખાતું સત્યના આધારે સૂર્ય વિવિધ રાશિમાં ભ્રમણ કરતો ગ્રહ હોવાનું માનવામાં આવે છે.

ચંદ્રએ પૃથ્વીનો ઉપગ્રહ છે. શા માટે તેને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ માનવામાં આવે છે? તે પૃથ્વીથી અવકાશમાં સૌથી નજીકનું અને સામાન્ય રીતે દૃશ્યમાન અવકાશી પિંડ છે. તેથી જ નારી આંખે સામાન્ય લોકોને દેખાતા અનુક્રમે ગ્રહો અને ઉપગ્રહો તરીકે સૂર્ય અને ચંદ્રને ગણવામાં આવ્યા છે છે. અને તેઓના નામ પરથી વારના નામ રાખવામાં આવ્યા હતા.

રવિવાર પછી બુધવાર કેમ નથી આવતો?

જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે ચૈત્ર મહિનો હતો. પ્રતિપદાની તિથી શુક્લ પક્ષ અને રવિવાર હતી. તે બ્રહ્મપુરાણમાં લખાયેલું છે, ત્યારબાદ બધા ગ્રહો મેષ રાશિના પ્રારંભિક ભાગ અશ્વિની નક્ષત્ર પર હતા. તમે દોડવીરોને રેસના ટ્રેક પર એક સાથે ઉભેલા જોયા હશે, એવી જ રીતે.

કઈ રીતે ક્રમ નક્કી કરવામાં આવ્યા?

હવે સૂર્ય કેન્દ્રમાં હતો તેથી તેને પ્રધાન માનીને પ્રથમ હોરા (કલાક) નો સ્વામી માનવામાં આવ્યો, અને રવિવારનો દિવસ બની ગયો. શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરુ, મંગળ તેમની ભ્રમણકક્ષા, ગતિ અને દ્રષ્ટિની પરિસ્થિતિ અનુસાર તે સમયના વિદ્વાનોએ 1-1 હોરાની અવ્યવસ્થાને ધ્યાનમાં લીધી હતી. આ રીતે જ્યારે 24 કલાક (હોરા) ની અહોરાત્ર પસાર થાય પછી 25 માં કલાકમાં આવતા હોરાનો સ્વામી એટલે કે બીજા દિવસે સૂર્યોદયના પ્રથમ કલાકમાં જે ગ્રહ તે કલાકમાં હોય તેના નામ પર બીજા દિવસનું નામ રાખવામાં આવ્યું. આ વાર કે વાસર કહેવાયા. તેથી, રવિવાર પછી સોમવાર, પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, અને શનિ.

24 કલાકમાં ક્યારે સંડે શરૂ થશે અને ક્યારે રવિવાર?

રાત્રે 12 વાગ્યે અને તારીખ બદલાય છે ત્યારે સંડે થાય છે, પરંતુ રવિવાર માત્ર સૂર્યોદયથી બદલાશે.
સાભાર- દેવપુત્ર

 

આ પણ વાંચો: Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો

Published On - 11:52 am, Sat, 8 May 21

Next Article