KGF Chapter 2: KGF 2 એડવાન્સ બુકિંગ (Advance booking) શરૂ થયાના 12 કલાકમાં જ ફિલ્મની પાંચ હજારથી વધુ ટિકિટ બુક થઈ ગઈ હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને રિલીઝ થયા બાદ ફિલ્મ સારી કમાણી કરશે. ‘KGF‘નો પહેલો ભાગ વર્ષ 2018માં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે ‘KGF 2‘ની રિલીઝમાં વિલંબ થયો છે. હવે આખરે પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.
યશની ‘KGF 2’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ આ ફિલ્મને લઈને ચાહકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘KGF 2’એ પ્રી-બુકિંગ શરૂ થયાના માત્ર 12 કલાકમાં UKમાં પાંચ હજારથી વધુ ટિકિટ વેચી દીધી. આવી સ્થિતિમાં આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે તેવી આશા છે. ‘KGF 2’ ગ્રીસમાં રિલીઝ થનારી પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બની છે.
‘KGF ચેપ્ટર 2’ બોક્સ ઓફિસ પર ‘RRR’નો રેકોર્ડ તોડવામાં સફળ રહેશે કે કેમ તે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. પરંતુ ‘KGF 2’ને 13 એપ્રિલે રિલીઝ થનારી વિજયની ‘Beast’ અને 14 એપ્રિલે રિલીઝ થનારી શાહિદ કપૂરની ‘જર્સી’નો સામનો કરવો પડશે. આનાથી સ્પષ્ટ છે કે ત્રણેય ફિલ્મો વચ્ચે સ્પર્ધા થશે, પરંતુ આ સ્પર્ધામાં કોણ જીતશે તે 14 એપ્રિલ પછી ખબર પડશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Kutch: દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા