વરુણ ધવન નતાશા સાથે 24 જાન્યુઆરીએ કરશે લગ્ન? જાણો પૂરી વિગત

|

Jan 19, 2021 | 5:32 PM

વરુણ ધવન (Varun Dhawan) છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ  (Natasha Dalal) સાથે રિલેશનશિપમાં છે. મળતી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે.

વરુણ ધવન નતાશા સાથે 24 જાન્યુઆરીએ કરશે લગ્ન? જાણો પૂરી વિગત

Follow us on

વરુણ ધવન (Varun Dhawan) છેલ્લા કેટલાય સમયથી નતાશા દલાલ  (Natasha Dalal) સાથે રિલેશનશિપમાં છે. મળતી માહિતી અનુસાર બંને આ મહીને લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ વાતની વરુણ કે કોઈ ફેમિલી મેમ્બર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

24 જાન્યુઆરીએ થશે લગ્ન

મળેલી માહિતી અનુસાર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન બાબતે સુત્રએ જણાવ્યું હતું કે,”અલીબાગમાં 24 જાન્યુઆરીએ પરિવાર અને મિત્રોની હાજરીમાં બંને લગ્ન કરશે. આ લગ્ન હિન્દુ ધાર્મિક વિધિ દ્વારા કરવામાં આવશે. લગ્નનું સેલિબ્રેશન 22 જાન્યુઆરીથી શરૂ થશે. “સુત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર આ લગ્ન મે 2020માં થવાના હતા, પરંતુ કોવિડ -19ને કારણે તે 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. વરુણ અને નતાશાના લગ્ન અલીબાગની એક ફાઈવસ્ટાર હોટેલમાં થવા જઈ રહ્યા છે. જેનું બુકિંગ પણ થઈ ગયું છે.

 

વરુણ નતાશા બાળપણના મિત્રો

વરુણ ધવન અને ફેશન ડિઝાઈનર નતાશા દલાલની સગાઈ અગાઉ થઈ ગઈ છે. હમણા જ કરીનાએ તેના શો ‘વ્હોટ વૂમન વોન્ટ’માં નતાશાને વરુણની મંગેતર કહીને સંબોધી હતી. આ શોમાં વરુણે ભાગ લીધો હતો. વરુણ અને નતાશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 2020માં તેઓ લગ્નસંબંધમાં જોડાવાના હતા. વરુણ ધવને કરીનાના શોમાં કહ્યું કે “પહેલીવાર તેઓ નતાશાને મળ્યા ત્યારે છઠ્ઠા ધોરણમાં હતી. ત્યારથી તેઓ એકબીજાને ડેટ નથી કરી રહ્યા છે. 11 કે 12 ધોરણ સુધી અમે માત્ર ખાસ મિત્રો હતા.” એટલે કે ઘણા સમય બાદ તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. વરુણે રેડિયો શોમાં કહ્યું “તેણે મને ત્રણ-ચાર વાર રિજેક્ટ કર્યો હતો પણ મેં આશા નહોતી છોડી.

 

 

 

આ પણ વાંચો: જાણો દસ અભિનેત્રીઓની Income, આલિયા, દીપિકા, કેટરીનાની કમાણી મોટા સ્ટાર જેટલી

Next Article