તારક મહેતા કા ઉલટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) દિશા વાકાણી (Disha Vakani) એટલે કે દયાબેનનું (Dayaben) પાત્ર લગભગ ત્રણ વર્ષથી જોવા મળતું નથી. દિશા એક પુત્રીની માતા છે, અહેવાલો અનુસાર તેઓ મેટરનિટી લીવ પર ગયા હતા, પરંતુ ત્યાર બાદથી તે શોમાં પાછા ફર્યા નથી. આ સમયે તેમના પરત આવવા પર અલગ અલગ સમાચારો આવતા રહેતા હોય છે. આ વચ્ચે શોમાં અંજલી ભાભીનો રોલ ભજવતી સુનૈના ફૌજદારને દયાબેનના રોલ વિષે પૂછવામાં આવ્યું હતું. જેનો તેમણે મજેદાર જવાબ આપ્યો હતો.
સુનૈના ફૌજદાર દયાબહેનની ભૂમિકા નિભાવશે એવા સમાચાર આવ્યા હતા. જેને લઈને તાજેતરમાં જ એક મુલાકાતમાં સુનૈના ફૌજદાર પાસેથી આ સમાચારની સત્યતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણો અભિનેત્રીએ આ અંગે શું જવાબ આપ્યો.
સુનૈનાને પૂછાયો પ્રશ્ન
તાજેતરમાં જ એક મુલાકાતમાં સુનૈના ફૌજદારને પૂછવામાં આવ્યું હતું કે શું તે ખરેખર દિશા વાકાણીને બદલે દયાબેનની ભૂમિકા ભજવશે? તો તેણે જવાબ આપ્યો હતો કે – “મેં ક્યારેય દયાબહેનની ભૂમિકા નિભાવી નથી.” તેણે જણાવ્યું કે તે બેલન વાલી બહુમાં પહેલા જ એક વિચિત્ર પાત્ર ભજવી ચુકી છે. જો કે તે દયાબેન જેવું પાત્ર નહોતું. પરંતુ દયાબેનના પાત્રની થોડું નજીકની પાત્ર હતું. સુનૈનાએ કહ્યું કે “હું દયાબેનનાં પાત્રને ઘણો પ્રેમ કરું છું, અને હું એ પાત્ર ભજવવા માટે ક્યારેય ના નહીં કહું. પરંતુ અત્યારે હું જે પાત્ર ભજવી રહી છું તેનાથી હું ખુબ ખુશ છું. મને જે મળ્યું છે તે પૂરતું છે અને હું તેનાથી ખુશ છું.
લોકડાઉન પછી સુનૈના ફૌજદાર જોડાઈ હતી આ શો સાથે
લોકડાઉન પછી સુનૈના ફૌજદાર તારક મહેતા ક ઉલટા ચશ્માંમાં જોડાઈ હતી. જ્યારે અંજલી ભાભીનો રોલ કરતા નેહા મહેતાએ શોને અલવિદા કહ્યું હતું. આ બાદ અંજલીભાભીના રોલ માટે સુનૈના ફૌજદારને ફાઈનલ કરવામાં આવી હતી. તે છેલ્લા 6-7 મહિનાથી આ શો કરી રહી છે અને લોકોને પણ તે ખૂબ પસંદ છે.
આ પણ વાંચો: PMની ‘પરીક્ષા પે ચર્ચા’: આજે PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા, 81 વિદેશી વિદ્યાર્થીઓ પણ લેશે ભાગ
આ પણ વાંચો: લો બોલો, Whatsappના માલિક માર્ક ઝુકરબર્ગ વાપરે છે Signal App, ડેટા લીકમાં ચોંકાવનારો ખુલાસો