અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ
ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે કદાચ ઇન્ડસ્ટ્રીનો ભાગ નથી, પરંતુ અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, જ્યાં તે સતત તેના એકાઉન્ટ પર તેના વિચારો શેર કરે છે. ચાલો જાણીએ કેમ તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો.
બોલીવુડની સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) બોલીવુડનું મોટુ નામ છે. ટ્વિંકલ સુપરસ્ટાર રાજેશ ખન્નાની (Rajesh Khanna) પુત્રી છે તેમજ અક્ષય કુમારની (Akshay Kumar) પત્ની છે. પરંતુ આ ફિલ્મ જગતમાં દરેકની કારકિર્દી તેના પિતા જેવી નથી હોતી, ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) સાથે પણ આવું જ થયું. કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ ટ્વિંકલ સિનેમામાંથી ગાયબ થઈ ગઈ. ટ્વિંકલ ખન્નાએ તેની ફિલ્મ ‘બરસાત’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, આ ફિલ્મ 1995 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતો.
હિટ અને ફ્લોપ ફિલ્મોની સફર
ફિલ્મ બરસાત બોક્સ ઓફિસ પર ઓન ઘણી ચાલી હતી. જેના કારણે ટ્વિંકલની પ્રથમ ફિલ્મ હિટ સાબિત થઈ. પરંતુ આ ફિલ્મ બાદ અભિનેત્રીને ઘણી મોટી ફિલ્મોમાં જોઈ જેમાં જાન (1996), દિલ તેરા દીવાના (1996), ઉફ યે મોહબ્બત (1997), જબ પ્યાર કિસીસે હોતા હૈ (1998) જેવા નામ સામેલ છે.
અભિનેત્રીનો જાદુ બાદશાહ અને આંતરરાષ્ટ્રીય ખિલાડી જેવી ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં પણ ચાલ્યો હતો. પરંતુ આ ફિલ્મો તેના સહ-કલાકારને કારણે ચાલી. અભિનેત્રી છેલ્લે તેની ફિલ્મ ‘લવ કે લિયે કુછ ભી કરેગા’માં જોવા મળી હતી.આ ફિલ્મ 2001 માં રિલીઝ થઈ હતી. અને બાદમાં તેણે અભિનયને અલવિદા કહી દીધું.
અક્ષય સાથે લગ્ન પછી નથી કરી કોઈ ફિલ્મ
તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ અને અક્ષય કુમારના લગ્ન 17 જાન્યુઆરી 2001 ના રોજ થયા હતા. જે પછી ટ્વિંકલ કોઈ ફિલ્મમાં જોવા મળી ન હતી. એક અહેવાલ પ્રમાણે ટ્વિંકલને CA બનવું હતું. તે અભ્યાસમાં ખુબ આગળ હતી. પરંતુ તેના માતાપિતા બંને સ્ટાર હોવાથી તે બોલીવૂડમાં આવી.
માતા-પિતા હતા સ્ટાર
અભિનેત્રીએ તેના એક ખાસ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની માતા ડિમ્પલ કાપડિયાએ તેને કહ્યું કે, ‘જો તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતી હોવ, તો તે લોકપ્રિય અભિનેત્રી બન્યા પછી પણ કરી શકાય છે, પરંતુ જો તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ શરૂ કર્યો તો પછી અભિનેત્રી બનવું ખૂબ મુશ્કેલ રહેશે.
ટ્વિંકલે જણાવ્યું કારણ
અભિનેત્રીએ આગળ કહ્યું કે “સતત 8 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યા પછી, તેને લાગ્યું કે તે એક અભિનેત્રી તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પરંતુ આનો અર્થ એ નહોતો કે તે અન્ય કોઇ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી નહિ શકે.
લેખિકા અને પ્રોડ્યુસર છે ટ્વિંકલ
જ્યારે ફિલ્મોમાં કારકિર્દી ન બની, ત્યારે ટ્વિંકલ ખન્નાએ ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. તે મોટેભાગે તે જ ફિલ્મો બનાવે છે જેમાં તેનો પતિ અક્ષય કુમાર કામ કરે છે. જેમાં પટિયાલા હાઉસ (2011), પેડ મેન (2018), તીસ માર ખાન (2010), થેંક્યુ (2011) જેવી ઘણી ફિલ્મો સામેલ છે. ટ્વિંકલ એક ગૃહિણી તેમજ એક ફેમશ લેખિકા છે, તેના ઘણા પુસ્તકો અત્યાર સુધી પ્રકાશિત થયા છે.
આ પણ વાંચો: Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન
આ પણ વાંચો: ગહના વશિષ્ઠે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, ‘ધરપકડ ન કરવા માટે આટલા લાખ માંગ્યા હતા’