કંગના રનૌતે અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કરવાની ના કેમ પાડી તેનો કર્યો ખુલાસો, જાણો

|

Aug 28, 2024 | 8:43 AM

બોલીવુડની પ્રસિદ્ધ અભીનેત્રી અને સાંસદ સભ્ય કંગના રનૌતને તમામ લોકો ઓળખે છે. તેમને એક ઈન્ટરવ્યુમાં એક મોટો ખુલાસો કર્યો છે. અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કેમ ફિલ્મમાં કામ કરવાની ના પાડી તે અંગે જણાવ્યુ છે.

કંગના રનૌતે અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કરવાની ના કેમ પાડી તેનો કર્યો ખુલાસો, જાણો
Kangana Ranaut

Follow us on

બોલીવુડની પ્રસિદ્ધ અભીનેત્રી અને સાંસદ સભ્ય કંગના રનૌતને તમામ લોકો ઓળખે છે. કંગના રનૌત તેમને આપેલા નિવેદના કારણે પણ ચર્ચામાં રહે છે. જેઓ હાલમાં તેમની આગામી ફિલ્મ ઈમરજન્સીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરેના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.

કંગના રનૌતએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ખાન અને રણબીર કપૂરની ત્રણેય ફિલ્મો રિજેક્ટ કરી હતી. સંજય લીલા ભણસાલીએ પણ તેને પોતાની ફિલ્મમાં ડાન્સ નંબર માટે ઓફર આપી હતી, પરંતુ તેણે તે પણ ના પાડી દીધી હતી. હવે એક નવા ઈન્ટરવ્યુમાં કંગનાએ ખુલાસો કર્યો છે કે અક્ષય કુમારે પણ તેને કેટલીક ફિલ્મોની ઓફર કરી હતી. પરંતુ તેણે તેની તમામ ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર એક ઈન્ટરવ્યુમાં કંગનાએ જણાવ્યું કે જ્યારે અક્ષયે તેને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે બોલાવી ત્યારે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. જ્યારે અક્ષયે આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે કૃપા કરીને સમજી લો કે તમારી પણ એક દીકરી છે. કંગનાએ કહ્યું કે તેણે અક્ષય સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે તેને કોઈ સન્માનજનક ભૂમિકા આપી રહ્યો ન હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અક્ષયે કંગનાને કર્યો ખુલાસો

કંગનાએ કહ્યું, “પછી તેણે મને કેટલીક વધુ ફિલ્મો માટે બોલાવી. પછી તેણે પૂછ્યું, ‘શું તને મારી સાથે કોઈ સમસ્યા છે, કંગના?’ મેં કહ્યું, ‘સર, મને તમારી સાથે કોઈ વાંધો નથી’. અક્ષય કુમારે પૂછ્યું ‘તો પછી કેમ?’ હું તમને આવા સારા રોલ આપી રહ્યો છું. મેં કહ્યું, ‘સાહેબ, સમજો, તમારી પણ એક દીકરી છે અને મારે મહિલાઓ માટે ઈમાનદારી જોઈએ છે, તેથી હું આ રોલ ન કરી શકું.’

સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી

મીડિયા રિપોર્ટસ અનુસાર કંગનાએ કહ્યું હતું કે તેણે ‘બજરંગી ભાઈજાન’માં પણ સલમાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ રોલ કરીના કપૂરે કર્યો હતો. તેણે કહ્યું હતું કે થોડા વર્ષો પછી જ્યારે સલમાને તેને ‘સુલતાન’ ઓફર કરી તો તેણે તે પણ નકારી કાઢી. કંગનાએ કહ્યું, “સલમાને મને બજરંગી ભાઈજાનમાં એક રોલ ઓફર કર્યો, મેં વિચાર્યું કે ‘તમે મને કયો રોલ આપ્યો છે?’ પછી તેણે સુલતાન માટે મારો સંપર્ક કર્યો. મેં તે પણ કર્યું નથી. ત્યારે સલમાને કહ્યું, ‘હવે હું તને બીજું શું ઑફર કરી શકું?’ કંગનાએ કહ્યું કે તેની ઘણી ફિલ્મોને નકારવા છતાં સલમાન તેના પર ખૂબ જ દયાળુ રહ્યાં છે.

કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે

કંગના રનૌત ‘ઇમરજન્સી’માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની સાથે કંગનાએ તેનું દિગ્દર્શન પણ કર્યું છે. ‘ઇમરજન્સી’માં કંગના ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક જોવા મળશે.

Next Article