માલદીવથી પરત ફરી Janhvi Kapoor, વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છેલ્લે કેમ લખ્યું – ‘આઈ એમ સોરી’

|

Apr 23, 2021 | 2:20 PM

જાનવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે. એક તસવીરમાં જાનવી સમુદ્રના કિનારા પર ઉભી છે અને તે સૂર્ય તરફ નજર કરી રહી છે.

માલદીવથી પરત ફરી Janhvi Kapoor, વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છેલ્લે કેમ લખ્યું - આઈ એમ સોરી
Janhvi Kapoor

Follow us on

જાનવી કપૂર માલદીવથી પરત ફરી છે. ગઈકાલે રાત્રે તેઓને તેમના ટ્રેનર નમ્રતા પુરોહિત સાથે મુંબઇ એરપોર્ટ પર જોવામાં આવી હતી. અગાઉ તે માલદીવમાં સારા અલી ખાન સાથે વર્કઆઉટ કરતી જોવા મળી હતી, તેમનો આ વીડિયો એકદમ વાયરલ થયો હતો.

જાનવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે. એક તસ્વીરમાં જાનવી સમુદ્રના કિનારા પર ઉભી છે અને તે સૂર્ય તરફ નજર કરી રહી છે. ત્યાંજ બીજી તસ્વીરમાં તે બેઠી છે અને કેમેરાની તરફ જોઇને પોઝ આપી રહી છે. જાનવીએ આ દરમિયાન સફેદ કલરનો ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટસ પહેર્યા છે. ફોટોગ્રાફ્સ સાથે તેમણે લાંબી નોંટ લખી અને માફી માંગી. છેવટે, તેમને શા માટે માફી માંગી આગળ જણાવી રહ્યા છીએ.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

 

 

સોશ્યલ મીડિયા પર માફી માંગી

જાનવી લખે છે કે ‘મને માફ કરો, તમે અમને ઘણું આપ્યું પણ હું તેની કદ્ર નહી કરી શકી. મને માફ કરો દરેક સેકંડ માટે જ્યારે તમારી સુંદરતાને ભૂલી ગઈ. “જાનવી કહે છે,” તમે ક્યારે પણ તે ધૈર્યથી પાછળ નથી હટયા, તમે રાહ જોઈ કે અમે કાળજી લઈશું, માફ કરજો. ”
ખરેખર, જાનવીએ આ પોસ્ટ વર્લ્ડ અર્થ ડેને સમર્પિત કરી છે. જેમાં તે પ્રકૃતિનો આભાર માની રહી છે.

 

 

જાનવીની આવનારી આગામી ફિલ્મો

જાનવીની વાત કરીએ તો, તેમની ફિલ્મ રુહી થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ હતાં. આ સિવાય જાનવી ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ ફિલ્મોમાં કામ કરી રહી છે.

સારા સાથે જોવા મળી બોન્ડિંગ

સારાએ એક વિડિઓ પોસ્ટ કરી હતી જેમાં તે જાનવી કપૂર સાથે સ્વિમિંગ પૂલની કિનારે છે અને વર્કઆઉટ કરે છે. તેમની સાથે તેમની ટ્રેનર નમ્રતા પુરોહિત પણ છે. જે બંને પર નજર રાખી રહી છે. સારા અને જાનવી એક સાથે અનેક પ્રકારની એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે બંને એકબીજાને જોઈને પણ સ્મિત કરે છે. વીડિયો શેર કરતી વખતે સારાએ કેપ્શનમાં લખ્યું, “આ રીતે તમને ગોલ્ડન ગ્લો મળશે.”

 

 

 

 

આ પણ વાંચો :- Shah Rukh Khan ની પુત્રી સુહાના ખાનને થઈ ચિંતા, કોરોના વાયરસના વધતા જતા કેસો પર લખી આ પોસ્ટ

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ

Next Article