Ajay Devgan અને Tamannaahએ કેમ લગાવી મૂછો? વાયરલ થઈ રહ્યા છે વિચિત્ર ફોટા

|

Mar 25, 2021 | 5:26 PM

બોલિવૂડના એક્શન હીરો અજય દેવગન અને 'બાહુબલી' અભિનેત્રી તમન્ના ભાટિયા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. તેમની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર એકદમ વાયરલ થઈ રહી છે,

Ajay Devgan અને Tamannaahએ કેમ લગાવી મૂછો? વાયરલ થઈ રહ્યા છે વિચિત્ર ફોટા
Tamannaah, Ajay Devgan

Follow us on

બોલિવૂડના એક્શન હીરો અજય દેવગન અને ‘બાહુબલી’ અભિનેત્રી તમન્ના ભાટિયા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. તેમની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તે બંને કેટલીક વિચિત્ર શૈલીમાં જોવા મળી રહ્યા છે. જ્યા એક તરફ અજય દેવગન મુછોની સાથે લાંબી દાઢીમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ તમન્ના ભાટિયા પણ જાડી મૂછો સાથે જોવા મળે છે. ચાહકો બંનેની આ સ્ટાઈલ જોઈને આશ્ચર્યચકિત થયા છે અને આ વાયરલ ફોટાઓની પાછળનું સત્ય જાણવા માંગે છે. આ જ કારણ છે કે મીડિયા અહેવાલોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

શું છે દાઢી મુછોનું ચક્કર?

ખરેખર, તાજેતરમાં ડિઝની પ્લસ હોટસ્ટારના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમન્ના ભાટિયાની એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીરમાં તે મૂછો સાથે જોવા મળી રહી છે. તે જ સમયે, એક વીડિયો પણ સામે આવ્યો છે, જે એડિટેડ થયો હોય તેવું લાગે છે. આ સિવાય યોગેન શાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અજય દેવગણની એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્રાઉન મૂછો અને દાઢી સાથે જોવા મળી રહ્યા છે. તમન્ના ભાટિયા અને અજય દેવગનની આ બંને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 

 

 

ડિજિટલ ડેબ્યૂની તૈયારી!

એક અહેવાલ મુજબ આ આ બંને સુપરસ્ટાર્સના ડિજિટલ પ્રવેશનો ઈશારો છે. કહેવામાં આવી રહ્યું છે કે તમન્ના ભાટિયા અને અજય દેવગન ડિઝની પ્લસ હોટસ્ટાર પર એક નવો પ્રોજેક્ટ લાવવાના છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

 

 

‘મારું નામ સુદર્શન છે’

આ અગાઉ ડિઝની પ્લસ હોટસ્ટારના ઈન્સ્ટા એકાઉન્ટ પર અજય દેવગનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં અજયને કહેતા નજર આવી રહ્યા હતા, ‘અજય કોને બોલાવે છે, મારું નામ સુદર્શન છે’. તે જ સમયે, તમન્નાની ઈન્ટ્રોડક્શનએ કહીને આપવામાં આવી હતી કે – ‘આ હવે Manickamનો ફેન એકાઉન્ટ છે’. આ ફોટા અને વીડિયો જોયા પછી ચાહકો આ પ્રોજેક્ટ વિશે જાણવા ઉત્સુક છે.

 

આ પણ વાંચો: Ram Gopal Varmaએ ‘Thalaivi’નું ટ્રેલર જોઈને Kangana Ranautની માગી માફી, કહ્યું ‘હું તમને સલામ કરું છું’

Next Article