Who Ladki Hai Kahaan: પહેલીવાર સાથે જોવા મળશે તાપસી પન્નુ અને ‘સ્કૈમ 1992’ સ્ટાર પ્રતીક ગાંધી

|

Feb 22, 2021 | 3:00 PM

બોલીવુડની સૌથી વ્યસ્ત એક્ટ્રેસ તાપસી પન્નુની 2021માં એક બાદ એક ફિલ્મ રિલીઝ થશે. વર્ષ 2019માં તાપસીની 2 ફિલ્મ રિલીઝ થઇ હતી. જેમાં સાંઢ કી આંખ' અને 'મિશન મંગલ' રિલીઝ થઇ હતી

Who Ladki Hai Kahaan: પહેલીવાર સાથે જોવા મળશે તાપસી પન્નુ અને સ્કૈમ 1992 સ્ટાર પ્રતીક ગાંધી

Follow us on

બોલીવુડની સૌથી વ્યસ્ત એક્ટ્રેસ તાપસી પન્નુની 2021માં એક બાદ એક ફિલ્મ રિલીઝ થશે. વર્ષ 2019માં તાપસીની 2 ફિલ્મ રિલીઝ થઇ હતી. જેમાં સાંઢ કી આંખ’ અને ‘મિશન મંગલ’ રિલીઝ થઇ હતી. આ બાદ 2020માં તાપસીની ફિલ્મ ‘થપ્પડ’ રિલીઝ થઇ હતી, આ બાદ કોરોનાની મહામારીને કારણે થીએટર બંધ થઇ ગયા હતા. એક્ટ્રેસની કોઈ ફિલ્મ રિલીઝ થઇ શકી ના હતી. પરંતુ હવે તાપસી બેક ટુ બેક બે-ચાર ફિલ્મમાં નજરે આવશે. આ વચ્ચે તાપસીએ તેની પાંચમી ફિલ્મનું એલાન કર્યું છે.

ફિલ્મ સમીક્ષા તરણ આદર્શએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, તાપસી પન્નુ નિર્દેશક અરશદ સઈદની ફિલ્મ ‘વો લડકી હૈ કહા’ની (Who Ladki Hai Kahaan) લીડ એક્ટ્રેસ જોવા મળશે. તેનાહી પણ મોટી વાત એ છે કે, આ ફિલ્મમાં તાપસી સાથે પ્રતીક ગાંધી લીડ એક્ટર તરીકે જોવા મળશે.પ્રતીક છેલ્લે ગત વર્ષે સોની લિવ પર રિલીઝ સ્કૈમ 1992માં નજરે આવશે. સ્કૈમ 1992 ઓટિટિ પ્લેટફોર્મ પર મોસ્ટ ફેમસ અને મોસ્ટ સફળ સિરીઝ પૈકી એક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંને દિગ્ગ્જ કલાકારોને પડદા પર એક સાથે જોવા માટે ફેન્સ ઘણાં ઉત્સાહિત છે. તાપેસી બોલિવૂડની સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ પૈકી એક છે, જ્યારે પ્રતિક ગાંધી પણ આ સિરીઝ બાદ જબરદસ્ત ફેન ફોલોઇંગ કરી ચુક્યો છે. આ સીરીઝના ડાયલોગ્સ અને મિમસ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ ‘વો લડકી હૈ કહાં’ની કહાની શું હશે તેની હજુ જાણકારી હજુ સુધી નથી મળી. આ ફિલ્મને પ્રોડ્યુસ સિદ્ધાર્થ રોય કપૂર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ ફિલ્મ સિવાય તાપસી નિર્દેશક વિનિલ મૈથ્યુની ફિલ્મ હસીન દિલરુબા, આકર્ષ ખુરાનાની ફિલ્મ ‘રશ્મિ રોકેટ, અક્ષય ભાટિયા ફિલ્મ લૂપ લપેટા અને રાહુલ ધોળકિયાની ફિલ્મ ‘શાબ્બાશ મીઠ્ઠુમાં નજર આવશે. આશા રાખવામાં આવી રહી છે કે, આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે

Next Article