AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Case: કોણ છે હર્ષિતા શ્રીવાસ્તવ? જેના બેંક ખાતામાં કુંદ્રાની કંપની મોકલી રહી હતી કરોડો

રાજ કુંદ્રા કેસમાં કાનપુરની મહિલાનું ખાતું પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ રેકેટમાંથી રાજ કુન્દ્રાની કરોડો રૂપિયાની કમાણી આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

Raj Kundra Case: કોણ છે હર્ષિતા શ્રીવાસ્તવ? જેના બેંક ખાતામાં કુંદ્રાની કંપની મોકલી રહી હતી કરોડો
Who is Harshita Srivastava of Kanpur?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:44 AM
Share

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દરરોજ નવા ખુલાસા કરી રહી છે. રાજ કુંદ્રાના આ પોર્ન રેકેટના તાર સુરત બાદ હવે યુપીના કાનપુર શહેર સાથે જોડાયા છે. આ સમગ્ર મામલામાં હવે કાનપુરની મહિલાનું ખાતું પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ રેકેટમાંથી રાજ કુન્દ્રાની કરોડો રૂપિયાની કમાણી આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ બેંક એકાઉન્ટ હર્ષિતા શ્રીવાસ્તવ (Harshita Srivastava) નામની મહિલાનું છે. આ ખાતામાં જપ્તી દરમિયાન પણ આશરે 2 કરોડ 32 લાખ 45 હજાર 222 રૂપિયા હતા.

કોણ છે હર્ષિતા શ્રીવાસ્તવ?

ક્રાઈમ બ્રાંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હોટશોટ્સના વોટ્સએપ ગ્રુપમાં અરવિંદ કુમાર શ્રીવાસ્તવ નામનો વ્યક્તિ છે, હર્ષિતા તેની પત્ની છે. અરવિંદ કરોડો રૂપિયા ફક્ત હર્ષિતાના જ નહીં પરંતુ તેના પિતા નર્બદા શ્રીવાસ્તવના નામે ખોલાવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યો હતો. જોકે, અરવિંદ એપ્લિકેશનમાંથી મળેલા પૈસા તેના પરિવારના ખાતામાં કેમ મોકલતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેંક ખાતાઓનો ઉપયોગ બ્લેક માની, હવાલા અને સટ્ટાબાજી માટે કરવામાં આવે છે. હર્ષિતા અને નર્બદા શ્રીવાસ્તવના ખાતામાં રકમ પહોંચ્યાના થોડા દિવસ પછી, તે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. અરવિંદનું ખાતું પણ જપ્ત કરવામાં આવ્યું છે જેમાં 1.81 કરોડ રૂપિયા મળ્યા છે.

6 વર્ષ પહેલા ખોલ્યું હતું એકાઉન્ટ

આ બેંક ખાતા બર્રા સ્થિત પંજાબ નેશનલ બેંકમાં હર્ષિતા શ્રીવાસ્તવના નામે હતું. જપ્તી સમયે આ ખાતામાં બે કરોડ 32 લાખ 45 હજાર રૂપિયા હાજર હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતું આશરે 6 વર્ષ પહેલા વર્ષ 2015 માં ખોલવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી રકમના વ્યવહારમાં વધારો થયો હતો. બીજું ખાતું નર્બદા શ્રીવાસ્તવનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે. જેમાં 5 લાખ 59 હજાર 151 રૂપિયા જમા થાય છે.

ત્રણ ગ્રુપથી ચાલતો હતો ધંધો

રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનું આ આખું કૌભાંડ ત્રણ વોટ્સએપ જૂથો દ્વારા ચલાવતો હતો. HS નામના ગ્રુપમાં, કુંદ્રા પૈસાના વ્યવહારો વિશે ચર્ચા કરતો હતો અને અરવિંદ આમાં જોડાયેલો હતો. આ ગ્રુપમાં નિર્ણય લેવાતો હતો કે નાણાંની કેવી રીતે અને કોના એકાઉન્ટમાં લેવડદેવડ કરવાના છે. બીજા ગ્રુપનું નામ એચએસ ટેક ડાઉન હતું. જેમાં કુંદ્રા કન્ટેન્ટ અને કોપિરાઇટની ચર્ચા કરતો હતો. આ લોકોનો ટ્રાય રહેતો કે હોટશોટ્સ પર અપલોડ કરવામાં આવેલી વિડીયો અથવા તેની લિંક કોઈ અન્ય સાઇટ પર હોવી ન જોઈએ.

બિઝનેસ માટેના ત્રીજા ગ્રુપનું નામ એચએસ ટેક ઓપરેશન હતું. આમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓની પસંદગી, તેમની કિંમત, સ્ટોરી, સ્થાન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે, ત્રણ ગ્રુપમાં સૌથી મહત્વપૂર્ણ પૈસાના વ્યવહાર સાથેનું એક હતું. જેમાં જોડાયેલા અરવિંદકુમાર શ્રીવાસ્તવના ખાતામાંથી હર્ષિતા અને નર્બદા શ્રીવાસ્તવના ખાતામાં પૈસા આવતા હતા.

આ પણ વાંચો: સુરતથી પકડાયેલા તનવીર હાશ્મીએ કબૂલ્યું, કુંદ્રા માટે ન્યૂડિટી સાથેની ફિલ્મો બનાવતો હતો, જાણો વિગત

g clip-path="url(#clip0_868_265)">