છેલ્લા ઘણા વર્ષોથી જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી મોટા અને નાના પડદાનો એક ભાગ રહ્યા છે. ભારતમાં અને ખાસ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે જેઠાલાલને નહીં ઓળખતું હોય. જેઠાલાલની એક્ટિંગ સાથે સાથે તેમના કપડાની હંમેશા તારીફ થતી રહેતી હોય છે. લોકોને હંમેશા પ્રશ્ન થતો હોય છે કે જેઠાલાલના આટલા જોરદાર કપડા કોણ ડીઝાઈન કરે છે.
જેઠાલાલ તેમની કોમિક ટાઈમિંગના કારણે બધા દર્શકોના હૃદયમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે. જોકે ટેલિવિઝનની પ્રખ્યાત સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંના બધા પાત્રો મહત્વપૂર્ણ છે, પરંતુ જેઠાલાલ કંઇક વિશેષ છે. ચાલો જાણીએ તેના વિશેષ ડ્રેસિંગ સેન્સ વિશે.
ખાસ છે અંદાજ
ગોકુલધામનો તહેવાર હોય કે કોઈના ઘરે કોઈ ઉજવણી, તે વસ્તુ જે પ્રેક્ષકોને મોહિત કરે છે તે છે જેઠાલાલની અનોખી શૈલી છે. કોઈ પણ તહેવાર પર ખાસ ડ્રેસમાં જોવા મળતા જેઠાલાલ મુખ્યત્વે શર્ટ અથવા કુર્તા પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શોની શરૂઆતથી જ એક વ્યક્તિ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના કપડા ડિઝાઇન કરે છે.
જેઠાલાલના કપડા કોણ બનાવે છે
વર્ષ 2008 થી મુંબઇના જીતુભાઇ લાખાણી જેઠાલાલના પાત્ર માટે કપડાં ડિઝાઇન કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં જ્યાં તે દિલીપ જોશી માટે સામાન્ય કપડાં બનાવે છે, ત્યાં કોઈ ખાસ પ્રસંગ માટે તેમના શર્ટ ડિઝાઇન પણ ખાસ હોય છે. એક ઈન્ટરવ્યુમાં જીતુભાઇ લાખાણીએ કહ્યું હતું કે કોઈ પણ નવો શર્ટ બનાવવામાં 2 કલાક લાગે છે જ્યારે તેની ડિઝાઇન કરવામાં લગભગ 3 કલાક લાગે છે. તેઓ આગળ કહે છે કે આ શર્ટનું વેચાણ એટલું વધારે છે કે દૂર-દૂરથી લોકો જેઠાલાલ સ્ટાઇલના શર્ટ બનાવવાની માંગ કરે છે.
અભિનયની શરૂઆત 12 વર્ષની ઉંમરે થઈ
છેલ્લા 13 વર્ષથી પોતાના પાત્ર જેઠાલાલથી દર્શકોનું મનોરંજન કરનાર અભિનેતા દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરેથી જ અભિનય સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. દિલીપ ગુજરાતી નાટક અને ઘણી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ મૈં પ્યાર કિયામાં નોકર રામુની ભૂમિકામાં અને હમ આપકે હૈ કૌનમાં ભોલા પ્રસાદમાં પણ જોવા મળ્યા હતા. જો કે તે કહે છે કે તારક મહેતા કર્યા પછી લોકોનું તેમના પ્રત્યેનું વલણ બદલાયું છે.
આ પણ વાંચો: કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ
આ પણ વાંચો: CM યોગીને મળી જીવથી મારી નાખવાની ધમકી, ધમકીના મેસેજમાં લખ્યું- ચાર દિવસમાં જે થાય એ કરી લો