મહારાષ્ટ્રમાં ‘લોકડાઉન’ પહેલા જ ફ્લાઈટ પકડીને ક્યાં રવાના થઇ ગયા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ?

|

Apr 15, 2021 | 2:31 PM

મહારાષ્ટ્ર 15 દિવસ સુધી રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાય અન્ય સેવાઓ બંધ રહેશે. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને કોરોના કર્ફ્યુ પહેલા જ મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલા જ ફ્લાઈટ પકડીને ક્યાં રવાના થઇ ગયા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ?
એરપોર્ટ પર જોવા મળ્યું કપલ

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે 14 એપ્રિલની રાતથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 15 દિવસ સુધી રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાય અન્ય સેવાઓ બંધ રહેશે. આવી સ્થિતિમાં, ફિલ્મ્સ અને ટીવી સિરિયલોનું શૂટિંગ પણ શક્ય નહીં બને. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ મહત્વનું ન હોય ત્યાં સુધી ઘર છોડે નહીં. આવા સમયે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને કોરોના કર્ફ્યુ લાદવામાં આવ્યા પહેલા જ મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

બેંગ્લોર માટે રવાના

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફોટોગ્રાફર વરિંદર ચાવલાએ દીપિકા અને રણવીરની તસવીર શેર કરી હતી અને ખુલાસો કર્યો હતો કે બંને બેંગ્લોર જવા રવાના થયા છે. દીપિકાનો પરિવાર બેંગ્લોરમાં રહે છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈમાં શૂટિંગ પણ બંધ કરવામાં આવ્યું છે ત્યારે દીપિકા રણવીર સાથે પરિવાર સાથે સમય વિતાવવા નીકળી પડ્યા છે.

મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યું કપલ

મેચિંગ ડ્રેસમાં બંને એરપોર્ટ પહોંચ્યા હતા અને પરફેક્ટ કપલ ગોલ સેટ કરતા જોવા મળ્યા હતા. રણવીરે સફેદ શર્ટ, ડેનિમ જેકેટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતા. દીપિકાએ પણ બ્લુ ડેનિમ જેકેટ અને સફેદ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતી.

 

 

લોકડાઉનમાં માતા-પિતાને કરતી હતી મિસ

ગયા વર્ષે જ્યારે લોકડાઉન થયું ત્યારે દીપિકા અને રણવીર ઘણા લાંબા સમય સુધી મુંબઈમાં ઘરે રહ્યા. તે દરમિયાન દીપિકાએ કહ્યું હતું કે તે તેના માતા-પિતાને ખુબ યાદ કરી રહી છે. લોકડાઉન ખુલવા સાથે જ તે તરત બેંગ્લોર પહોંચી ગઈ હતી.

આવનારી મૂવી

દીપિકા અને રણવીર ટૂંક સમયમાં કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 માં જોવા મળશે. આ ફિલ્મ ભારતની 1983 માં વર્લ્ડ કપ જીતવાની વાર્તા છે. જેમાં રણવીર કપિલ દેવ અને દીપિકા તેની પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં છે. ફિલ્મ લગભગ એક વર્ષથી તૈયાર છે પરંતુ લોકડાઉનને કારણે તેની રિલીઝ સતત મુલતવી રાખવામાં આવી છે.

 

આ પણ વાંચો: Delhi Lockdown: દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુંની જાહેરાત, કેસ વધતા કેજરીવાલે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને વિનંતી કરી – કોવિડને આપત્તિ ઘોષિત કરી SDRF દ્વારા લોકોની મદદ કરો

Next Article