Viral Video: રણવીર સિંહ (Ranbir Singh) હાલમાં બ્રિટનમાં છે અને તે અભિનેતા તરીકે નહીં, પરંતુ ફૂટબોલ ફેન (Football fan) તરીકે ત્યાં પહોંચ્યા છે. જી હા…તમને જણાવી દઈએ કે અભિનેતા UKમાં શૂટિંગ કરી રહ્યો નથી, પરંતુ માત્ર ફૂટબોલનો આનંદ માણી રહ્યો છે. રણવીર તેની યુકે ટ્રીપ (Uk Trip) પર સંખ્યાબંધ ઈંગ્લિશ પ્રીમિયર લીગને ફૂટબોલ રમતો જોઈ રહ્યો છે. અભિનેતાએ મીડિયા સાથેની વાતચીતમાં ફૂટબોલ પ્રત્યેના તેના પ્રેમ અને જ્યારે આર્સેનલના દિગ્ગજ ખેલાડી થિએરી હેનરી સાથેની મુલાકાત અંગે જણાવ્યુ છે.
તમને જણાવી દઈએ કે રણવીરની ફેવરિટ ફૂટબોલ ક્લબ આર્સેનલ છે. તે બાળપણથી જ આ ક્લબનો ફેન છે. તેણે કહ્યું કે પ્રીમિયર લીગ ફૂટબોલ માટે તેને અનેરો પ્રેમ છે, જેણે તેને ચાહકોના જુસ્સાને જોવાની રીત બદલી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ ત્યારે થયું જ્યારે તે પ્રથમ વખત તેના બાળપણના હીરો, આર્સેનલ લેજન્ડ થિએરી હેનરીને મળ્યો. રણવીરે કહ્યું કે “મારા જીવનની આ એક મહત્વપૂર્ણ ઘટના હતી,જેણે ચાહકોને જોવાની રીત બદલી નાખી.”
તમને જણાવી દઈએ કે ફૂટબોલનો દિગ્ગજ ખેલાડી થિએરી હેનરીને મહાન ખેલાડીઓમાંનો એક ગણવામાં આવે છે અને તે આર્સેનલ માટે 1999-2007 સુધી રમ્યો હતો. રણવીર અને થિયરી 2016માં મુંબઈમાં મળ્યા હતા, જ્યારે સ્પોર્ટ્સ સ્ટાર બ્રાન્ડ પ્રતિબદ્ધતા માટે તે ભારતમાં આવ્યો હતો. રણવીરે કહ્યું હતુ કે “તે એક સ્પોર્ટ્સ બ્રાન્ડ માટે મુંબઈમાં હતો, ત્યારે હું પણ તેની સાથે જોડાયેલો હતો, મેં દરેક સાથે વાત કરી અને કહ્યું કે બધુ બાજુ પર રાખો, આ વ્યક્તિ મારો બાળપણનો હીરો છે’. હું તેને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને જ્યારે તે મારી સામે આવ્યો ત્યારે હું રડવા લાગ્યો.’
Ranveer Singh cheers for Thierry Henry at the Puma Event | Oct 26, 2016 pic.twitter.com/vvwFRmqOSU
— Ranveer Singh Talks (@RanveerTalks) October 27, 2016
રણવીરે જણાવ્યુ હતુ કે, તેણે મને હંમેશ માટે બદલી નાખ્યો.જ્યારે પણ હું ફેન્સના આંખમાં આંસુ જોતો, ત્યારે મને તે વિયર્ડ લાગતુ હતુ. પરંતુ જ્યારે મારી સાથે આવું થયું, ત્યારે મને તેને જોવાની રીત મળી. હું તેમના પ્રત્યે હંમેશા સંવેદનશીલ છું’
આ પણ વાંચો : સમગ્ર દેશમાં ‘The Kashmir Files’ ટેક્સ ફ્રી કરવા પ્રથમ બિન-ભાજપ રાજ્યની અપીલ, જાણો સમગ્ર વિગત
Published On - 2:14 pm, Thu, 17 March 22