જયારે માત્ર 9 વર્ષની આલિયા ભટ્ટ રણબીર કપૂરને મળી હતી સૌપ્રથમ વખત..

|

Mar 11, 2022 | 5:43 PM

બોલિવુડની સુપરસ્ટાર આલિયા ભટ્ટ આજકાલ તેની સફળ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને સતત ચર્ચામાં છે. તેણીના ઉત્કૃષ્ટ અભિનયની ચોતરફ ખૂબ જ પ્રશંશા થઈ રહી છે. ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાળીએ આલિયાના બાળપણ અંગે એક મજેદાર વાત જણાવી છે.

જયારે માત્ર 9 વર્ષની આલિયા ભટ્ટ રણબીર કપૂરને મળી હતી સૌપ્રથમ વખત..
Alia Bhatt Childhood Photo & Current Photo

Follow us on

તાજેતરમાં રીલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) હવે 100 કરોડ ક્લબમાં પ્રવેશી ચૂકી છે. અત્યારે આ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાનો આનંદ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) માણી રહી છે. સંજય લીલા ભણસાલીએ આલિયાના બાળપણ અંગે એક ચોંકાવનારી વાત કરી હતી.

બોલીવુડમાં અત્યારે સૌથી કયુટેસ્ટ અને કૂલેસ્ટ કપલ તરીકે રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયાની જોડી પ્રખ્યાત છે. આગામી સમયમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકસાથે ‘બ્રમ્હાસ્ત્ર’ ફિલ્મમાં જોવા મળશે. આલિયાએ જાહેરમાં ઘણી વખત કીધું છે કે રણબીર એ તેના બાળપણથી ક્રશ રહ્યો છે.

અભિનેત્રી સોનમ કપૂર આહુજાના (Sonam Kapoor Ahuja) મેરેજ રિસેપ્શનમાં આ સ્ટાર કપલે તેમની રિલેશનશિપ કન્ફર્મ કરી હતી. પરંતુ, શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ જ્યારે માત્ર 9 વર્ષની હતી, ત્યારે તેણી તેના ‘લવ ઓફ લાઈફ’ને સૌપ્રથમ વાર મળી હતી ? જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો. અમે તમને જણાવી દઈએ કે, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની સુપ્રસિદ્ધ ફિલ્મ ‘બ્લેક’ ના શૂટિંગ દરમિયાન નાનકડી ક્યૂટ દેખાતી આલિયા ભટ્ટ રણબીર કપૂરને સૌપ્રથમ વખત મળી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તાજેતરમાં, સંજય લીલા ભણસાલીએ આલિયાના બાળપણ અંગે આ મજેદાર ખુલાસો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર એ આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. ત્યારે આલિયા રણબીરની બાજુમાં શૂટિંગ દરમિયાન બેઠી હતી. આ તે બંનેની પ્રથમ મુલાકાત હતી. આલિયા તેની માતા સોની રાઝદાન સાથે શૂટિંગ પ્લેસ પર આવી હતી, અને તેણીએ ત્યાં માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત ‘ડોલા રે ડોલા’ પર જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યારે સંજયે આલિયાને રણબીરના ખભા પર માથું મૂકીને એક તસવીર ખેંચાવા માટે કીધું હતું. પરંતુ, આલિયાએ ના પાડી દીધી હતી અને રણબીરનો હાથ પકડીને એક તસવીર ખેંચાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીએ આ સ્પેશિયલ તસવીર આલિયાને તેના 27માં જન્મદિવસ પર ભેટ આપી હતી. આલિયા નાનપણમાં ખૂબ જ શરમાળ હતી. આ માટે, તેણીએ રણબીરના ખભા પર માથું મૂકીને ફોટો પાડવાની ના પાડી હતી.

આ ઘટના અંગે, આલિયાએ પણ એક રસપ્રદ વાત જણાવી હતી. આલિયાને સંજય તેમની ફિલ્મ ‘બાલિકા વધુ’ માટે કાસ્ટ કરવા માંગતા હતા, અને તેમણે આલિયાને રણબીર સાથે ફોટોશૂટ કરાવવા માટે કીધું હતું. આલિયાની રણબીર સાથે નાનપણમાં થયેલી મુલાકાત અને આજે તેઓ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. આલિયાને આ વાત ‘destiny’લાગે છે.

 

આ પણ વાંચો – Box Office Collection: 100 કરોડના ક્લબમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની એન્ટ્રી, આલિયા ભટ્ટે આ રીતે કર્યુ સેલિબ્રેશન

Next Article