જ્યારે શોક સભામાં આવવા માટે Chunky Pandey ને ઓફર કરવામાં આવ્યા હતા 5 લાખ રૂપિયા, જાણો શું હતું કારણ

|

May 07, 2021 | 2:35 PM

ચંકીએ 1987 માં આવેલી ફિલ્મ આગ હિ આગ દ્વારા અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા મુખ્ય ભૂમિકામાં હતા. તે પછી તેમને નેવુંના દાયકામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

જ્યારે શોક સભામાં આવવા માટે Chunky Pandey ને ઓફર કરવામાં આવ્યા હતા 5 લાખ રૂપિયા, જાણો શું હતું કારણ
Chunky Pandey

Follow us on

બોલિવૂડની ઘણી હસ્તીઓ એવી છે જેઓ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ફી લે છે. તે લગ્ન પ્રસંગ હોય અથવા ઇવેન્ટ રિબન કટ હોય, સેલેબ્સ તેના માટે નોંધપાત્ર રકમ લે છે. જોકે, બોલીવુડ અભિનેતા ચંકી પાંડેને જે ઓફર મળી તે ભાગ્યે જ કોઈને મળે. ચંકી પાંડેને બિઝનેસમેનના અવસાન પર રોવા માટે 5 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી અને આ પાછળનું કારણ આ ઓફર કરતાં પણ વધુ રસપ્રદ છે.

ચંકીએ એક ઇન્ટરવ્યુમાંમાં જણાવ્યું હતું કે, 2009 માં મુંબઇના મુલુંડ વિસ્તારમાં એક વેપારી પાસેથી ઓફર આવી હતી, જેને સાંભળીને તેઓ ચોંકી ગયા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તેમને વેપારીના અંતિમ સંસ્કારમાં આવવા અને થોડું દુ: ખ વ્યક્ત કરવા વિનંતી કરવામાં આવી હતી. આ ઈન્ટરવ્યુમાં, ચંકીએ કહ્યું- “તે લોકોની ઇચ્છા હતી કે હું થોડુક રડું અને અંતિમ સંસ્કારની આખી પ્રક્રિયા દરમિયાન એક ખૂણામાં શાંતિથી ઉભો રહું, જેથી બિઝનેસમેને ઉધાર આપનારા સુધી તે સંદેશો જઈ શકે કે તેને તેમના નાણા કોઈ ફિલ્મમાં ઈનવેસ્ટ કરી દિધા છે જેનો હું પણ એક ભાગ છું. ”

 

 

 

ચંકીએ આગળ જણાવ્યું કે તેમણે ઓફર નામંજૂર કરી હતી, પરંતુ તે કુટુંબની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ બીજાને મોકલ્યા હતા, જેને લોકો જાણે છે. જોકે, ચંકીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અભિનેતા કોણ છે.

તમને જણાવી દઈએ કે, ચંકીએ 1987 માં આવેલી ફિલ્મ આગ હિ આગ દ્વારા અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા મુખ્ય ભૂમિકામાં હતા. તે પછી તેમને નેવુંના દાયકામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. એંસીના અંતમાં તેમણે તેઝાબ, ખતરો કે ખિલાડી, મિટ્ટી ઓર સોના અને ઝહરીલે જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું.

નેવુંના દાયકામાં, તેમણે વિશ્વાત્મા, આંખે, લુટેરે સહિતની ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. પરંતુ નવી સદીની શરૂઆત સાથે, ચંકી હાસિયામાં ચાલ્યા ગયા હતા. તેમ છતાં તેમને સતત ફિલ્મો મળતી રહી, પણ ભૂમિકાઓનું મહત્વ ઘટી ગયું હતું. 2010 માં અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલમાં, આખરી પાસ્તાનાં પાત્રમાં ચંકી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. તે પછી તેઓ સતત સક્રિય છે.

Next Article