Video: જ્યારે ફિમેલ ફેને શાહરૂખ ખાનને કહ્યું ‘અક્ષય, આઈ લવ યુ’, જવાબ જાણીને તમે પણ થઈ જશો ફિદા

|

Aug 28, 2021 | 12:07 PM

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાને મજેદાર કિસ્સો શેર કર્યો છે. ચાલો જોઈએ શું છે આ સમગ્ર ફની ઘટના.

Video: જ્યારે ફિમેલ ફેને શાહરૂખ ખાનને કહ્યું અક્ષય, આઈ લવ યુ, જવાબ જાણીને તમે પણ થઈ જશો ફિદા
When a female fan says to Shahrukh Khan, 'Akshay, I love you'

Follow us on

બોલિવૂડના કિંગ ખાન અને ખેલાડી બંને વચ્ચે સારી મિત્રતા છે. બંનેની ફેન ફોલોવિંગ ખુબ વધારે છે. શાહરૂખ ખાન (Shahrukh Khan) અને અક્ષય કુમાર (Akshay Kumar) બંને માટે કરોડો દિલ ધડકે છે. બંનેને ફેન્સમાં કોઈ ઉણપ નથી. ફેન્સ તેમની ફિલ્મોની ખુબ રાહ જોતા હોય છે. તો ક્યારેક ક્યારેક ફેનના કારણે બંનેને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. તિજેજારમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ આવી જ એક ઘટના વિશે વાત કરે છે. આ ઘટનામાં વાત છે જ્યારે શાહરૂખને એક ફિમેલ ફેને અક્ષય કહી દીધું હતું.

આ વિડીયોમાં સાજીદ નડિયાદવાલા અને રિતેશ દેશમુખના શોમાં શાહરૂખ જોવા મળી રહ્યા છે. SRK સાથે મંચ પર અનુષ્કા શર્મા પણ છે. શો દરમિયાન SRK એ એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તે કહે છે કે એક વાર એરપોર્ટ પર એક ફિમેલ ફેન તેમની પાસે આવે છે અને ઓટોગ્રાફ તેમજ ફોટોગ્રાફની માંગણી કરવા લાગે છે. એક બાજુ ફ્લાઈટનો સમય થઇ જતો હોવાથી અભિનેતાને લેટ થઇ રહ્યું હતું અને બીજી તરફ ફેનની જીદ હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

‘અક્ષય આઈ લવ યુ’

કહેવા અને સમજાવવા છતાં ફેને અભિનેતાને જવા ના દીધા ત્યારે શાહરૂખ પહેલા ચેકિંગ પતાવીને તે ફેન પાસે ગયા. અને પછી તેને ઓટોગ્રાફ આપ્યો. આ દરમિયાન ફેન બોલવા લાગી, હું તમારી બહુ મોટી ફેન છું. અક્ષય આઈ લવ યુ. આ સાંભળીને શાહરૂખ ખાન દંગ રહી ગયા. વિડીયોમાં આ કિસ્સો સાંભળતા કોઈ પૂછે છે કે પછી શું થયું ત્યારે SRK ખુબ સરસ જવાબ આપે છે. કે હું તેનું દિલ તોડવા નહોંતો માંગતો એટલે મેં એને અક્ષય કુમારના નામનો ઓટોગ્રાફ આપી દીધો.

અક્ષય સાથે પણ બન્યું આવું

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કપિલ શર્મા શોમાં પણ અક્ષય સાથે આવું બન્યું હતું. શો જોવા આવેલી એક દર્શક શાહરૂખ ખાનની ફેન હતી. જેના કારણે અક્ષયે શાહરૂખ ખાનને ફોન કર્યો હતો. ફેનની વાત કરાવવા માટે અક્ષયે SRK ને કોલ કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતા ફેન નિરાસ થઇ. આ દરમિયાન ફેને એમ પણ કહ્યું હતું કે તેમની વાઈફને કોલ કરો પ્લીઝ. અને સૌ હસી પડ્યા હતા.

 

આ પણ વાંચો: ના ઉમ્ર કી સીમા હો: 40 ની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શ્વેતા તિવારી, જુઓ તેનો નવો ગ્લેમરસ અવતાર

આ પણ વાંચો: કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ

Next Article