Miss Universe 2022 : શું હતો તે પ્રશ્ન ? જેનો જવાબ આપી ગેબ્રિયલ બની મિસ યુનિવર્સ

|

Jan 15, 2023 | 1:49 PM

આ વર્ષે મિસ યુનિવર્સમાં ટોપ 3 સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે જો તમે મિસ યુનિવર્સ બનો છો, તો તમે કેવી રીતે દર્શાવશો કે તે એક પ્રગતિશીલ અને મજબૂત સંગઠન છે. ત્યારે તેના જવાબમાં ત્રણે ટોપ સ્પર્ધકોએ તેનો અલગ અલગ જવાબ આપ્યો હતો

Miss Universe 2022 : શું હતો તે પ્રશ્ન ? જેનો જવાબ આપી ગેબ્રિયલ બની મિસ યુનિવર્સ
answered by Gabrielle becoming Miss Universe

Follow us on

મિસ યુનિવર્સ 2022 ની 71મી આવૃત્તિનું આયોજન અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં દિવિતા રાય આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પરંતુ દિવિતા રાય મિસ યુનિવર્સ 2022ના ટોપ 5 સ્પર્ધકોમાં પોતાનું નામ નોંધાવી શકી નથી અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારે આ વખતે અમેરિકાની આર બોની ગેબ્રિયલએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે. ત્યારે આ સ્પર્ધામાં કયા એવા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેનો જવાબ આપીને તે મિસ યુનિવર્સ બની છે.

ટોપ 3 સ્પર્ધકોને પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્ન

આ વર્ષે મિસ યુનિવર્સમાં ટોપ 3 સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે જો તમે મિસ યુનિવર્સ બનો છો, તો તમે કેવી રીતે દર્શાવશો કે તે એક પ્રગતિશીલ અને મજબૂત સંગઠન છે. ત્યારે તેના જવાબમાં ત્રણે ટોપ સ્પર્ધકોએ તેનો અલગ અલગ જવાબ આપ્યો હતો પણ યુએસની આર બોની ગેબ્રિયલએ તેના જવાબથી બધાને પ્રભાવિત કર્યા હતા અને ટાઇટલ જીત્યું હતુ. જેને મિસ યુનિવર્સ 2021ની વિજેતા હરનાઝ સંધુએ તાજ પહેરાવ્યો હતો. ત્યારે તમે પણ ઉત્સુક હશો કે ગેબ્રિયલે તેનો શું પ્રતિઉત્તર આપ્યો.

ગેબ્રિયેલે આ રીતે જવાબ આપી જજીસના દિલ જીત્યા

ગેબ્રિયેલે કહ્યું- “હું ફેશન ઉદ્યોગને એક લીડર તરીકે બદલવા માંગુ છું. ફેશન ડિઝાઇનિંગમાં 13 વર્ષ જુસ્સાથી કામ કર્યા પછી, હું ફેશનનો સારા માટે ઉપયોગ કરવા માંગુ છું. હું ફેશનને માધ્યમ બનાવીને રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ કરું છું અને પ્રદૂષણ ઘટાડવામાં મારો સહયોગ આપું છું. હું મારા કપડાં જાતે બનાવું છું. માનવ તસ્કરી અને ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને હું સિલાઈ શીખવું છું અને તેમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપું છું. આપણે બીજાઓ પર રોકાણ કરવાની જરૂર છે. તમારા સમુદાય માટે રોકાણ કરવાની જરૂર છે. આપણે આપણી આગવી પ્રતિભાથી સમાજમાં બદલાવ લાવવાનો છે. આપણા બધામાં કંઈક ખાસ છે. જો આપણે આપણી પ્રતિભાના બીજનું સંવર્ધન કરીએ અને તેનાથી અન્યને પ્રભાવિત કરીએ, તો આપણે તેને સકારાત્મક પરિવર્તન માટેનું માધ્યમ બની શકીએ છીએ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પણ વાંચો: કોણ છે USAની આર’બોની ગેબ્રિયલ, જે 82 સુંદરીઓને હરાવીને બની Miss Universe 2022

46 કરોડ રૂપિયાનો મળ્યો તાજ

ભારતની પૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ આર બોની ગેબ્રિયલનો તાજ પહેરાવ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તાજની કિંમત 46 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ તાજમાં હીરા અને નીલમ જડેલા છે. આ સિવાય આ તાજમાં એક મોટું નીલમ પણ છે અને તેની ચારે બાજુ હીરા જડેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 પથ્થરો છે. જેમાં 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ વ્હાઈટ ડાયમંડ છે. તાજની ટોચ પર શાહી વાદળી નીલમનું વજન 45.14 કેરેટ છે.

કોણ હતા ટોપ 3 સ્પર્ધક

વર્ષ 2022 મિસ યુનિવર્સ સ્પર્ધાના ટોપ 3 સ્પર્ધકોની યાદી ડોમિનિકન રિપબ્લિકની એન્ડ્રીઆના માર્ટિનેઝ, વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ અને યુએસની આર બોની ગેબ્રિયલ દ્વારા બનાવવામાં આવી હતી. પરંતુ ગેબ્રિયેલે બધાને પાછળ છોડીને મિસ યુનિવર્સ 2022નો ખિતાબ જીતી લીધો છે.

Next Article