શું છે Deepika Padukone ની દિનચર્યા ? જુઓ આ VIDEO

|

Mar 02, 2021 | 7:14 PM

દીપિકાએ વીડિયો શેર કરીને તેમણે ચાહકોને તેની દિનચર્યા વિશે માહિતી આપી છે. વીડિયોમાં દીપિકાએ જણાવ્યું છે કે તે સવારમાં ઉઠ્યા પછી શું કરે છે. આ સાથે દીપિકાએ ઘણા સવાલોના જવાબો આપ્યા હતા.

શું છે Deepika Padukone ની દિનચર્યા ? જુઓ આ VIDEO
Deepika Padukone

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. વીડિયો શેર કરીને તેમણે ચાહકોને તેમની દિનચર્યા વિશે માહિતી આપી છે. વીડિયોમાં દીપિકાએ જણાવ્યું છે કે, તે સવારમાં ઉઠ્યા પછી શું કરે છે. આ સાથે દીપિકાએ ઘણા સવાલોના જવાબો આપ્યા હતા.

વીડિયોમાં દીપિકા કેટલીકવાર મુંબઈના માર્ગો પર ફરતી જોવા મળે છે, તો ક્યારેક શૂટિંગ કરતી વખતે. જ્યારે તેમની દિનચર્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, તે કહેવું ખરેખર મુશ્કેલ છે કારણ કે દરરોજ દિવસ એક સરખો નથી હોતો, પરંતુ સવારે ઉઠીને બ્રશ કરું છું અને પછી બ્રેકફાસ્ટ. મને ગમે છે કે સવાર શાંત હોય. પછી હું વર્કઆઉટ કરું છું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તે વધારે પ્લાનિંગ કરે છે? જવાબમાં તેમણે કહ્યું, “હા અને ના”. હું માનું છું કે મારો એક ભાગ એ છે કે હું દરેક વસ્તુ વિશે યોજના કરવાનું પસંદ કરું છું અને મારો એક ભાગ એવો છે જેમાં હું વસ્તુઓને સ્વતંત્ર છોડી દેવા માંગું છું અને વસ્તુઓ જેવી થઈ રહી છે તેવી થવા દઉં છું. મારું આયોજન કંઈક એવા પ્રકારનું હોય છે, તે મારી યોજના અને રુટીનનો પણ એક ભાગ છે.”

પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ પઠાનમાં જોવા મળશે. મૂવીમાં તે શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તે રણવીર સિંહની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ 83 માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તેમની પાસે શકુન બત્રાની ફિલ્મ છે. દીપિકાએ તાજેતરમાં તેમની નવી ફિલ્મ ફાઇટરની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તે હૃતિક રોશનની સાથે જોવા મળશે.

Published On - 7:06 pm, Tue, 2 March 21

Next Article