વીકેન્ડ પ્લાન તૈયાર… નેટફ્લિક્સ અને પ્રાઇમ પર રિલીઝ થશે આ ‘6 મોટી ફિલ્મ’ અને ‘સીરીઝ’

તમે પણ વીકેન્ડ પર શું જોવું તેની મૂંઝવણમાં છો? તો હવે ટેન્શન છોડો... નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ તેમજ જિયો હોટસ્ટાર આ અઠવાડિયે એકથી એક ચડિયાતી ફિલ્મો અને સીરીઝની લાઇનઅપ લઈને આવ્યા છે.

વીકેન્ડ પ્લાન તૈયાર... નેટફ્લિક્સ અને પ્રાઇમ પર રિલીઝ થશે આ 6 મોટી ફિલ્મ અને સીરીઝ
| Updated on: Mar 23, 2026 | 8:44 PM

આ અઠવાડિયે OTT પર મનોરંજનનો જબરદસ્ત ધડાકો થવા જઈ રહ્યો છે. 23 માર્ચથી ઓનલાઇન રિલીઝની એક નવી લાઇન-અપ તમારું મનોરંજન કરવા માટે તૈયાર છે. વિજય સેતુપતિની તમિલ ફિલ્મ ‘કાટ્ટાન’ થી લઈને મોસ્ટ અવેટેડ ડોક્યુમેન્ટરી ‘BTS The Return’ સુધી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્ટાર અને બીજા OTT પ્લેટફોર્મ પર ઘણા નવા શો તેમજ ફિલ્મોનો આનંદ માણી શકાશે. આ અઠવાડિયાની OTT રિલીઝનું લિસ્ટ તમે અહીં જોઈ શકો છો:

1. ઓ રોમિયો (O Romeo)

ક્યાં જોવી: એમેઝોન પ્રાઇમ વિડિયો

રિલીઝ ડેટ: 27 માર્ચ

વિશાલ ભારદ્વાજની આ રોમેન્ટિક થ્રિલરમાં શાહિદ કપૂર ‘ઉસ્તારા’ના રોલમાં છે અને તેની સાથે તૃપ્તિ ડિમરી ‘અફશા’નું પાત્ર ભજવતી જોવા મળશે. સ્ટોરી એક એવી મહિલાની આસપાસ ફરે છે કે, જે અંડરવર્લ્ડના ગેંગસ્ટરની મદદ માંગે છે, જેથી તે એક ડોન ‘જલાલ’ પાસેથી બદલો લઈ શકે. આ જ કારણે અંડરવર્લ્ડમાં એક ખતરનાક જંગ છેડાઈ જાય છે.

2. બીટીએસ: ધ રિટર્ન (BTS: The Return)

ક્યાં જોવી: નેટફ્લિક્સ

રિલીઝ ડેટ: 27 માર્ચ

આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત K-pop ગ્રુપ BTS ના ફરી એકઠા થવાની વાર્તા કહે છે. બાઓ ગુયેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગ્રુપના સાત સભ્યો RM, જિન, સુગા, જે-હોપ, જિમિન, વી અને જંગ કૂક પર આધારિત છે.

3. કાટ્ટાન (Kaattan)

ક્યાં જોવી: જિયો હોટસ્ટાર

રિલીઝ ડેટ: 27 માર્ચ

એમ મણિકંદન અને બી અજિત કુમાર દ્વારા નિર્દેશિત આ તમિલ એક્શન-થ્રિલર વેબ સિરીઝમાં વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝની વાર્તા એક રહસ્યમય માણસની આસપાસ ફરે છે, જેને તેના ગામના લોકો ક્યારેક એક દંતકથા, ક્યારેક રાક્ષસ તો ક્યારેક ચમત્કાર તરીકે જુએ છે. આમાં મિલિંદ સોમન, મુથુ અને અન્ય કલાકારો પણ છે.

4. ડેયરડેવિલ: બોર્ન અગેન સીઝન 2 (Daredevil: Born Again S2)

ક્યાં જોવી: જિયો હોટસ્ટાર

રિલીઝ ડેટ: 24 માર્ચ

આ એક્શન ડ્રામાની બીજી સીઝન મેટ મર્ડોક (ચાર્લી કોક્સ) પર આધારિત છે, જે મેયર વિલ્સન ફિસ્ક (વિન્સેન્ટ ડી’ઓનોફ્રિયો) નો સામનો કરી રહ્યો છે. વિલ્સન ફિસ્કે ન્યૂયોર્કમાં માર્શલ લો અને એક એન્ટી-વિજિલન્ટ ટાસ્ક ફોર્સ લાગુ કરી દીધી છે.

5. સમથિંગ વેરી બેડ ઈઝ ગોઈંગ ટુ હેપન (Something Very Bad Is Going To Happen)

ક્યાં જોવી: નેટફ્લિક્સ

રિલીઝ ડેટ: 26 માર્ચ

‘હેલી ઝેડ. બોસ્ટન’ દ્વારા બનાવવામાં આવેલી આ એક અમેરિકન હોરર મિની-સીરીઝ છે. તેની વાર્તા રાહેલ અને તેના મંગેતર નિકીની આસપાસ ફરે છે. રાહેલના સપના જેવી લગ્નવિધિ ત્યારે એક ડરામણા સપનામાં બદલાઈ જાય છે, જ્યારે તે તેના મંગેતરના પરિવારની હવેલીમાં પગ મૂકે છે.

6. મર્દાની 3 (Mardaani 3)

ક્યાં જોવી: નેટફ્લિક્સ

રિલીઝ ડેટ: 27 માર્ચ

રાની મુખર્જી ‘શિવણી શિવાજી રોય’ તરીકે સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર છવાઈ જવા તૈયાર છે. આ ફ્રેન્ચાઇઝીનો આ અત્યાર સુધીનો સૌથી ધમાકેદાર ભાગ રહ્યો છે. આ વખતે તે ગુમ થયેલી છોકરીઓ સાથે જોડાયેલા એક ચોંકાવનારા કેસને ઉકેલે છે, જે ધીમે ધીમે એક બહુ મોટા અને ખતરનાક નેટવર્કનો ખુલાસો કરે છે.

પત્નીએ લગ્નમાં પહેરી 33 વર્ષ જુની સાડી, ધુરંધર ફિલ્મના ડિરેક્ટરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us