Prachi Desai: બોલિવુડ બાદ તેલુગુમાં ધમાલ મચાવવા તૈયાર પ્રાચી દેસાઈ, આ વેબ સિરીઝમાં જોવા મળશે

|

Jun 18, 2022 | 6:05 PM

નાગા ચૈતન્ય એક ધૂતા નામની વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલમાં બોલિવુડમાં પ્રાચી દેસાઈ નાગા ચૈતન્યની સાથે એક ફોટો શેયર કર્યો છે.

Prachi Desai: બોલિવુડ બાદ તેલુગુમાં ધમાલ મચાવવા તૈયાર પ્રાચી દેસાઈ, આ વેબ સિરીઝમાં જોવા મળશે
Prachi Desai
Image Credit source: Twitter

Follow us on

Prachi Desai : સાઉથ સુપર સ્ટાર નાગા ચેતન્ય ટુંક સમયમાં જ બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે, ફિલ્મ જગતમાં અનેક સુપર હિટ ફિલ્મ આપી છે. નાગા ચૈતન્યનું નામ સાઉથના મોટા સ્ટારમાં આવે છે. બોલિવુડની વાત કરીએ તો નાગા ચૈતન્ય જલ્દી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે, થોડા દિવસો પહેલા જ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. જેમાં નાગા ચેતન્ય (Naga Chaitanya)ની ઝલક જોવા મળી હતી. હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે, તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય એક વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે, જેમાં તે અભિનેત્રી પ્રાચી દેસાઈ (Prachi Desai) લીડ રોલમાં છે.

આ વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે નાગા ચૈતન્ય

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

નાગા ચૈતન્ય એક ધૂતા નામની વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલમાં બોલિવુડમાં પ્રાચી દેસાઈ નાગા ચૈતન્યની સાથે એક ફોટો શેયર કર્યો છે, આ ફોટોમાં ચૈતન્યની સાથે પ્રાચી દેસાઈ અને નિર્દેશક વિક્રમ કુમાર જોવા મળશે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરતા પ્રાચી દેસાઈએ કેપ્શનમાં લખ્યુ ધન્યવાદ

નિર્દેશક વિક્રમ સાથે ચૈતન્યનો ત્રીજો પ્રોજેક્ટ

બંન્ને સ્ટારને એક સાથે જોવાનો ફેન્સને ખુબ ઉત્સાહ છે. માનમ અને થેન્ક્યુ બાદ નાગા ચૈતન્ય નિર્દેશક વિક્રમ કુમારની સાથે ત્રીજો પ્રોજેક્ટ છે. આ સિવાય તેલુગુ ફિલ્મ થેન્કયુની શૂટિંગ પુરી થઈ ગઈ છે, આ ફિલ્મમાં ચૈતન્ય, રાશિ ખન્ના અવિકા ગૌરની સાથે નજર આવશે. આ ફિલ્મનું નિર્માણ દિલ રાજુ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ બેનર હેઠળ કર્યું છે.

આ ફિલ્મથી પ્રાચી દેસાઈએ બોલિવુડ ડેબ્યુ કર્યુ

પ્રાચી દેસાઈ પહેલા ટીવીમાં કામ કરતી હતી. પ્રાચી દેસાઈના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે ફિલ્મ રોક ઓનથી તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સાથે તે અભિનેતા અજય દેવગણ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ Once Upon a Time in Mumbaaiમાં પણ જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી, જ્યાંથી અભિનેત્રી પ્રાચી દેસાઈએ પોતાની અલગ ઓળખ બનાવી હતી. તે જ સમયે હવે જોવાનું રહેશે કે આ વેબ સિરીઝ OTT પર કેટલી કમાણી કરે છે.

Next Article