કાજોલ હવે વેબ સિરીઝમાં ડેબ્યૂ કરશે, ડિઝની પ્લસ હોટ સ્ટારના નવા પ્રોજેક્ટમાં જોવા મળશે અલગ અવતાર

|

Jul 18, 2022 | 6:01 PM

આ ટીઝરથી અંદાજો લગાવી શકાય કે, કાજોલ ઓટીટી પ્લેટફૉર્મમાં એક નવો શો લઈને આવી રહી છે. આ શોની થીમ શું હશે અને શોનું કન્ટેન શું હશે , તેને લઈ કાજોલના ચાહકો ખુબ ઉત્સાહક છે

કાજોલ હવે વેબ સિરીઝમાં ડેબ્યૂ કરશે, ડિઝની પ્લસ હોટ સ્ટારના નવા પ્રોજેક્ટમાં જોવા મળશે અલગ અવતાર
કાજોલ હવે વેબ સિરીઝમાં ડેબ્યૂ કરશે
Image Credit source: INSTAGRAM

Follow us on

Kajol : બોલિવુડ અભિનેત્રી કાજોલ (Actress Kajol) અને ઓટીટી પ્લેટફોમ ડિઝ્ની પ્લસ હોટસ્ટારે આગામી પ્રોજેક્ટ માટે હાથ મેળવ્યો છે, સોમવારના રોજ ડિગ્ની પ્લસ હોટસ્ટારે પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કાજોલ દ્વારા વેબ સિરીઝ (Web series)ડેબ્યુની જાહેરાત કરી હતી. આ જાહેરાત કાજોલના આગામી પ્રોજેક્ટના એક ટીઝરની સાથે કરવામાં આવી છે. કાજોલનો આ વીડિયો જોયા બાદ તેના ફેન્સમાં વેબ સિરીઝને લઈ ઉત્સાહ વધ્યો છે. હજુ કાજોલ (Kajol) આ નવા પ્રોજેક્ટના ટાઈટલની જાહેરાત કરી નથી.

ડિઝ્ની પ્લ્સ હોટસ્ટારે જે ટીઝર વીડિયો શેર કર્યો છે. જેમાં કાજોલ તેની ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો પરિચય આપે છે, ટીઝરમાં કાજોલ અને શાહરુખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેનો શાનદાર સીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ટીઝર વીડિયો રિલીઝ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કુછ કુછ હો રહા હૈ, તુમ નહિ સમજોગે, શું તમે કહી શકો છો કે શું આવશે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

 

અહિ જુઓ કાજોલના નવા પ્રોજેક્ટનું ટીઝર

આ ટીઝરથી અંદાજો લગાવી શકાય છે કે, કાજોલ ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો એક નવો શો લઈને આવી રહી છે, આ શોની થીમ શું હશે અને તેનું કન્ટેન શું આવશે. તેને લઈ કાજોલના ફેન્સ ઉત્સાહિત છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા કેટલાક દિવસોમાં જ કાજોલ આ શોને લઈ ફેનસ સાથે જાણકારી શેર કરશે. કાજોલનો આ વીડિયો શેર કરી મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે, આ શોમાં અભિનેત્રી એક અલગ અવતારમાં જોવા મળશે.

નવા ફોર્મેટને એક્સપ્લોર કરવું હંમેશા ચેલેન્જિંગ છે

કાજોલના આ શોનો ટીઝર વીડિયો જોઈને તેના ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે. આ કોઈ ચેટ શો હોઈ શકે છે, પરંતુ મેકર્સે ટીઝરને શેર કરતા આને વેબ સિરીઝ હોવાનું કહ્યું છે, જેને લઈ ફેન્સ કન્ફ્યુસ છે કે કાજોલનો આગામી પ્રોજેકટ શું હશે.કાજોલની વાત કરીએ તો પોતાના આ શોને લઈ અભિનેત્રી ખુબ ઉત્સાહિત છે, કાજોલે એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવા ફોર્મેટને એક્સપ્લોર કરવું હંમેશા ચેલેન્જિંગ હોય છે પરંતુ આ એક સારી વાત છે કારણ કે, મને ચેલેન્જ લેવું પસંદ છે

Next Article