દરેક સ્ટાર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા ઈચ્છે છે. તાજેતરમાં જ ભણસાલીની પહેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ ઓટીટી પર આવી ગઈ છે. ‘હીરામંડી’ જોયા પછી એક તરફ એવા ઘણા દર્શકો છે જેમને આ સ્ટોરી ઘણી પસંદ આવી છે.
કેટલાક લોકો એવા છે જે આ સ્ટોરી અને સ્ટાર્સની એક્ટિંગથી બહુ ખુશ નથી. ભણસાલીએ ‘હીરામંડી’ માટે ઘણી મહાન અભિનેત્રીઓને કાસ્ટ કરી છે. કેટલીક અભિનેત્રીઓએ નાના રોલમાં પણ ધમાકો કર્યો છે.
આ સિરીઝ જયતિ ભાટિયાનો પણ નાનો પણ દમદાર રોલ છે. તેણે ‘હીરામંડી’માં ફત્તોની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં ‘સસુરાલ સિમર કા’ ફેમ જયતિ ભાટિયાએ ભણસાલીની કાર્યશૈલી વિશે વાત કરી હતી. જયતિના કહેવા પ્રમાણે તેણે સેટ પર જે જોયું તેની ક્યારેય ચર્ચા થતી નથી. ભણસાલી સેટ પર બધાને પ્રેમથી મળે છે. તે કહે છે કે લોકોએ માની લીધું છે કે તે હંમેશા ગુસ્સાવાળો વ્યક્તિ છે, પરંતુ એવું બિલકુલ નથી.
સંજય લીલા ભણસાલીની કાર્યશૈલી અને તેમના સ્વભાવ વિશે અભિનેત્રીએ કહ્યું કે તે તમામ કલાકારોને પ્રેમ કરે છે. જ્યારે તે સવારે તેને મળવા જતી ત્યારે તે તેને ગળે લગાડતા અને તેના ગાલ પર વ્હાલ કરતા. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જયતિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ કોઈ સ્ટારે શૂટિંગ દરમિયાન શાનદાર શોટ આપ્યો ત્યારે ભણસાલીએ તેને ઈનામ તરીકે 500 રૂપિયા આપ્યા અને તેને આ સન્માન ત્રણ વખત મળ્યું. એટલે કે જયતિને 1500 રૂપિયા મળ્યા.
‘હીરામંડી’માં ઉસ્તાદ જીની ભૂમિકા ભજવનારા એક્ટર ઈન્દ્રેશ મલિકે પણ અગાઉ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે સોનાક્ષીના પાત્ર ફરીદાનનો ‘નથ’ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે ભણસાલીને તેનું કામ એટલું પસંદ આવ્યું કે, તેણે તેને 500 રૂપિયાનું ઈનામ આપ્યું. જેના પર ડિરેક્ટરે કહ્યું, “દેખો રોતા હુઆ જા રહા હૈ, ઈતના અચ્છા તો કીયા હૈ.”