Vishal Dadlani ખોટી માહિતી આપીને ફસાઈ ગયા, સોશિયલ મીડિયામાં ખુબ થયા ટ્રોલ

|

Jan 25, 2021 | 8:59 PM

સિંગર અને ગીતકાર Vishal Dadlani ને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આઇડોલના શનિવારના એપિસોડ પછી ટ્રોલનો ક્રમ શરુ થયો છે.

Vishal Dadlani ખોટી માહિતી આપીને ફસાઈ ગયા, સોશિયલ મીડિયામાં ખુબ થયા ટ્રોલ
Vishal Dadlani

Follow us on

સિંગર અને ગીતકાર વિશાલ દદલાનીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આઇડોલના શનિવારના એપિસોડ પછી સોશિયલ મીડિયા પર ટ્રોલનો ક્રમ શરુ થયો છે. છેલ્લા એપિસોડમાં એક સ્પર્ધકે ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગાયું હતું. આ પછી વિશાલે એવું કંઇક કહ્યું જેનો તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

વિશાલે ખોટી માહિતી આપી
વિશાલ દદલાનીએ કહ્યું કે આ ગીત 1947 માં દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ માટે લતા મંગેશકરે ગાયું હતું. આજ સુધી આ ગીત દરેકના દિલમાં સ્થિર છે. લતા મંગેશકર જેવું કોઈ ગાઇ શકે નહીં, પરંતુ તમે ખૂબ પ્રયત્ન કર્યો છે. વિશાલના આ નિવેદન પછી, પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજના પતિ અને રાજ્યપાલ સ્વરાજ કૌશલે ટ્વિટર પર વિશાલને માર્ગદર્શન આપતા ટ્વિટ કર્યું હતું. તેમણે વિશાલને તેની ભૂલથી વાકેફ કરાવ્યા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યપાલ સ્વરાજ કૌશલએ કર્યા ટ્રોલ
પૂર્વ વિદેશ પ્રધાન સ્વર્ગીય સુષ્મા સ્વરાજના પતિ અને રાજ્યપાલ સ્વરાજ કૌશલે લખ્યું કે, ‘આ સંગીત દિગ્દર્શક વિશાલ દદલાની છે. ભારત રત્ન અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત 2 લોકોની ખરાબ માહિતી આપી છે. તેમણે આગામી ટવિટમાં લખ્યું કે, ‘લતાજીનો જન્મ 1929 માં થયો હતો. 1947 માં તે માત્ર 17 વર્ષની હતી. લતા મંગેશકરજીએ 26 જાન્યુઆરી 1963 ના રોજ દિલ્હીમાં મેરે વતન કે નું ગીત ગાયું હતું. તે કવિ પ્રદીપે લખ્યું છે. ગીત સાંભળ્યા પછી જવાહરલાલ નહેરુએ કહ્યું કે લતા બેટી તમારા ગીતએ મને રડાવી દીધુ છે.

સ્વરાજ કૌશલના (Swaraj Kaushal) આ ટ્વિટ પછી યુઝર્સે વિશાલ (Vishal Dadlani)ને ખુબ ટ્રોલ કર્યો. આ મામલો ઉભો થતાં વિશાલે તેની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, ‘હું માફી માંગુ છું, પરંતુ આ કટ્ટર રાષ્ટ્રવાદીઓએ ત્યારે કંઇ કહ્યું નહીં, જ્યારે #Chornab પુલવામામાં 40 ભારતીય સૈનિકોની મૃત્યુને ટીઆરપીની જીત તરીકે ઉજવી રહ્યો હતો.’

Next Article