Vikrant Massey-Kriti Kharbanda નો જબરદસ્ત ડાન્સ, ’14 ફેરે’ પાર્ટી સોન્ગ ‘ચમક’ થયું રિલીઝ

|

Jul 18, 2021 | 11:06 PM

વિક્રાત મેસી અને કૃતિની ફિલ્મ 14 ફેરેનું ગીત આજે રિલીઝ થયું છે. આ ફિલ્મની વાર્તા મનોજ કલવાનીએ લખી છે, જ્યારે ફિલ્મનું દિગ્દર્શન દેવાંશુ સિંહે કર્યું છે.

Vikrant Massey-Kriti Kharbanda નો જબરદસ્ત ડાન્સ, 14 ફેરે પાર્ટી સોન્ગ ચમક થયું રિલીઝ
Vikrant Massey, Kriti Kharbanda

Follow us on

વિક્રાંત મેસી (Vikrant Massey) ફરી એકવાર ચાહકો વચ્ચે ધમાલ મચાવા તૈયાર છે. તાજેતરમાં અભિનેતાની નવી ફિલ્મ ’14 ફેરે’ (14 Phere) નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં વિક્રાંત સાથે કૃતિ ખરબંદા (Kriti Kharbanda) જોવા મળશે. ચાહકોને ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યું છે. આવી સ્થિતિમાં હવે હાલમાં જ ફિલ્મનું એક ખાસ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

’14 ફેરે’ થી કોલેજના દિવસોનો રોમેન્ટિક ટ્રેક રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતનો સૌથી મોટો ઓટીટી હોમગ્રાન પ્લેટફોર્મ ઝી5 એ એક એનર્જેટિક ડાન્સ નંબર ‘ચમક’ રિલીઝ કરી દિધુ છે. આ ટ્રેક તમને ડાન્સ કરવા પર મજબુર કરી દેશે.

રિલીઝ થયું ખાસ ગીત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજીવ વી ભલ્લા, શારવી યાદવ અને પિંકી મેદાનસાનીના અવાજમાં આ ગીત રાજીવ વી ભલ્લાએ લખ્યું છે અને સંગીત રાજીવ વી ભલ્લા દ્વારા રચેલું, નિર્મિત અને મિશ્રિત કર્યું છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ટ્રેક એક સંપૂર્ણ પાર્ટી ગીત છે જે દરેકને તેની મનોહર મેલોડી પર ડાન્સ કરવા મજબુર કરશે.

ફિલ્મની કાસ્ટ, વિક્રાંત મેસી, કૃતિ ખરબંદા અને ગૌહર ખાન ‘ચમક’ (ચમકદાર) આઉટફિટમાં કેટલાક બહેતરીન મૂવ્સ કરતા જોવા મળે છે. જે પ્રેક્ષકોને કેટલાક હાર્ડકોર ઈસ્ટા રીલ મુવ્સ બનાવા પર પ્રેરણા આપશે.

 

વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદા દર્શકોને હસાવવા, રડાવા અને પ્રેમ કરવા માટે તૈયાર છે. 14 ફેરે યુનિક પાત્રો, ગીત અને નૃત્ય, ભાવના અને નાટક, કોમેડી અને વિચિત્રતા સાથે સંપૂર્ણ પારિવારિક મનોરંજન કરાવવાનું વચન આપ્યું છે, જે દરેકના દિલમાં જગ્યા બનાવવા માટે તૈયાર છે.

ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત, દેવાંશુ સિંહ દ્વારા દિગ્દર્શિત અને મનોજ કલવાની દ્વારા લખાયેલ , 14 ફેરે માં એક વિશિષ્ટ ભારતીય લગ્નનું નાટક અને અરાજકતા છે, ફિલ્મમાં વિક્રાંત અને કૃતિ સિવાય ગૌહર ખાન, જમીલ ખાન, યામિની, વિનીતકુમાર, ગોવિંદ પાંડે જેવા ઘણા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. #2XDrama2XDhamaal સાથે, ’14 ફેરે’ નું પ્રીમિયર 23 મી જુલાઈ, 2021 ના ​​રોજ ઝી5 પર થશે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ વિક્રાંત અને કૃતિની કારકિર્દીની એક ખાસ મુવી છે.

Next Article