સીડી પરથી ઉતરતી વખતે લપસી પડ્યો સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરાકોંડા, કેમેરામાં કેદ થયો-Video

|

Nov 09, 2024 | 10:33 AM

એક્ટર વિજય દેવરાકોંડા સીડી પરથી ઉતરી રહ્યો હતો. અચાનક અભિનેતાનો પગ લપસ્યો અને તે ધડાકા સાથે નીચે પડી ગયો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીડી પરથી ઉતરતી વખતે લપસી પડ્યો સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરાકોંડા, કેમેરામાં કેદ થયો-Video
Vijay Deverakonda fell down while descending the stairs caught on camera Video

Follow us on

વિજય દેવેરાકોંડા તાજેતરમાં લોકો સામે શરમ અનુભવવી પડી જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળતી વખતે સીડી પરથી લપસી ગયો. અભિનેતાના ચાહકો તેને મળવા માટે બહાર રાહ જોઈ રહ્યા હતા જ્યારે તેનો પગ સીડી પરથી લપસી ગયો અને તે ધડામથી સીડી પરથી બેસી પડ્યો. જો કે, તે તરત જ ઉભો થઈ ગયો પણ વીડિયો જોતા લાગી રહ્યું છે વિજયને થોડી ઈજા જરુર પહોંચી છે.

વિજય દેવરાકોંડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભિનેતાની ટીમે તરત જ તેને મદદ કરી અને વિજય પણ ઊભો થઈ ગયો. તે તેના ચાહકોને મળવા અને તેમનું અભિવાદન કરવા બહાર આવ્યો હતો અને પગ લપસી પડતા સીડીયો પર જ બેસી પડ્યો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વિજય દેવરાકોંડા સીડી પરથી નીચે લપસી ગયો

વિજય ઉર્ફે ‘રાઉડી’ પણ તેના ચાહકો સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા, મળતી માહિતી મુજબ વિજયને કોઈ નુકસાન થયુ નથી. જો કે, આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગઈ. વિજયની તાજેતરની ઇજાઓને ધ્યાનમાં રાખીને કેટલાક ચાહકો તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે. જ્યારે કેટલાકે કહ્યું કે કોઈપણ પડી શકે છે અને તેમાં કંઈ નવું નથી.

વિજય દેવરાકોંડા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા

તમને જણાવી દઈએ કે વિજય દેવરાકોંડા ગૌતમ તિન્નાનુરી સાથેની તેની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી ગંભીર ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી ન થયું હોવાથી દરેક લોકો તેને ‘વીડી 12’ કહી રહ્યા છે. ઈજા હોવા છતાં, અભિનેતાએ એક્શન સિક્વન્સનું શૂટિંગ ચાલુ રાખ્યું કારણ કે તેની ટીમ દ્વારા કહેવામાં આવ્યું તેમ, વિરામ માટે કોઈ સમય નહોતો.

ફાઈટ સિન દરમિયાન ઈજા થઈ હતી

વિજયને ફિઝિયો અને રિહેબ મળી રહ્યો છે કારણ કે ફાઈટ સિક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તેને ખભામાં દુખાવો છે. પરંતુ તે હજી પણ તેની ભૂમિકા માટે તાલીમ લઈ રહ્યો છે અને તેના દ્રશ્યો શૂટ કરી રહ્યો છે, ઈજાને વધુ ન થાય તે માટે સતત કાળજી પણ લઈ રહ્યો છે.

ત્યારે આ દરમિયાન ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતા સીડીઓ પરથી લપસી પડ્યો હતો. જે બાદ બધા તેમના જોતા રહી ગયા હતા.

 

Next Article