વિજય દેવરકોંડાની ફિલ્મ LIGER આ તારીખે થશે થિએટરમાં રિલીઝ, ગુરુવારે થશે તારીખ જાહેર

|

Feb 10, 2021 | 2:39 PM

ફિલ્મમેકર કરણ જોહર(KARAN JOHAR)એ થોડા સમય પહેલા એક મોટા પ્રોજેક્ટ ફિલ્મ LIGERની ઘોષણા કરી હતી. હવે ફિલ્મ રિલીઝ ડેટને લઈને ઘોષણા પણ જલ્દી જ થશે. આ એક પૈન ઇન્ડિયા ફિલ્મ છે જે 5 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે જોવા મળશે.

વિજય દેવરકોંડાની ફિલ્મ LIGER આ તારીખે થશે થિએટરમાં રિલીઝ, ગુરુવારે થશે તારીખ જાહેર

Follow us on

ફિલ્મમેકર કરણ જોહર(KARAN JOHAR)એ થોડા સમય પહેલા એક મોટા પ્રોજેક્ટ ફિલ્મ LIGERની ઘોષણા કરી હતી. હવે ફિલ્મ રિલીઝ ડેટને લઈને ઘોષણા પણ જલ્દી જ થશે. આ એક પૈન ઇન્ડિયા ફિલ્મ છે જે 5 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મથી વિજય દેવરકોંડા બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે જોવા મળશે.

ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સુક છે. આ સ્થિતિમાં હવે ફિલ્મના થિયેટરની રિલીઝ તારીખ નક્કી થઈ ગઈ છે. આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 8: 14 કલાકે ફિલ્મના રીલિઝની જાહેરાત કરવામાં આવશે.

જણાવી દઈએ કે, આ પહેલા કરણ જોહરે ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. કરણ જોહરે લખ્યું કે, તમારા બધાની સામે LIGERની ઘોષણા કરવામાં મને ખૂબ ગર્વ છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે. આ ફિલ્મનું દિગ્દર્શન શ્રેષ્ઠ દિગ્દર્શક પુરી જગન્નાથ કરી રહ્યા છે. હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમ આ 5 ભાષાઓમાં રીલિઝ થશે.
આ ફિલ્મમાં વિજય દેવરકોંડા એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળશે. તાજેતરમાં વિજય થાઇલેન્ડ ગયો હતો જ્યાં તેણે માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હતી. ફિલ્મમાં વિજય અને અનન્યા સિવાય રમ્યા કૃષ્ણન, રોનિત રોય, વિષ્ણુ રેડ્ડી મહત્વની ભૂમિકા નિભાવવાના છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કરણ જોહરે તેમની પોસ્ટમાં કહ્યું હતું કે તેમનો પ્રોજેક્ટ ભાષાની અવરોધોને દૂર કરશે અને નવા જમાનાના સિનેમા આગળ ધપાશે. સાઉથની ફિલ્મોમાં પણ કરણ જોહરનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. તેણે લાઇકા કંપની સાથે 5 ફિલ્મો માટે સોદો કર્યો છે. જેમણે 2.0 જેવી મોંઘી ફિલ્મ બનાવી હતી.

Next Article