Video: એરપોર્ટ પર પતિ સાથે આ સ્ટાઇલમાં જોવા મળી હતી Neha Kakkar, ચાહકો પૂછી રહ્યા છે શું તમે પ્રેગ્નેન્ટ છો?

|

Jul 15, 2021 | 7:47 PM

નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમયથી ઇન્ડિયન આઇડલ શોમાંથી ગુમ નેહાને જોઈને ચાહકો સિંગર પ્રેગ્નેન્ટ હોવા અંગે અનુમાન લગાવી રહ્યા છે.

Video: એરપોર્ટ પર પતિ સાથે આ સ્ટાઇલમાં જોવા મળી હતી Neha Kakkar, ચાહકો પૂછી રહ્યા છે શું તમે પ્રેગ્નેન્ટ છો?
Neha Kakkar

Follow us on

Video: નેહા કક્કર (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહે (Rohanpreet Singh) ગયા વર્ષે લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. બંને એક બીજાને ખૂબ ચાહે છે અને ચાહકો પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. નેહા કક્કર પણ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયન આઇડલના શોમાંથી ગાયબ છે  તેમની જગ્યાએ, બહેન સોનુ કક્કર શોમાં એક જજ તરીકે જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ઇવેન્ટ્સ અને શોમાંથી ગુમ થયા બાદ હવે બુધવારે નેહા, પતિ રોહનપ્રીત સિંહ સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન નેહાએ લૂઝ ટી-શર્ટ અને પેન્ટ પહેર્યા હતા. નેહાએ બ્લેક સનગ્લાસ સાથે બ્લેક માસ્ક પણ પહેર્યું હતું. નેહાને આ લુકમાં જોઇને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ક્યાક સિંગર પ્રેગ્નેન્ટ તો નથી.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

વીડિયોનાં કમેન્ટ વિભાગમાં, ચાહકો પૂછે છે, શું તમે પ્રેગ્નેન્ટ છો? તો કોઈ કહી રહ્યું છે કે નેહા જે રીતે પોશાક પહેરે છે તે પ્રેગ્નેન્ટ લાગી રહી છે. રોહનપ્રીત આ દરમિયાન નેહાની સંપૂર્ણ સંભાળ લેતા જોવા મળ્યા હતા. તે તેમનો હાથ પકડીને લઈ જઈ રહ્યા હતા અને તેમણે પહેલા નેહાને કારમાં બેસાડ્યા અને પછી પોતે બેસી ગયા. આ પહેલા આ બંનેએ ફોટોગ્રાફરોની સામે પોઝ પણ આપ્યા હતા.

અહીં જુઓ વીડિયો watch video here

 

 


વજનને લઈને છે હેરાન

નેહાએ થોડા દિવસો પહેલા જ પોતાનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે તેમને પહેલાની જેમ બનવું છે. નેહાએ લખ્યું હતું, ‘મારે ફરીથી આવું દેખાવું છે, ખબર છે મે 1 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે. 5 કિલોગ્રામ હજી ઘટાડવાનું બાકી છે.

ચાલો તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈન્ડિયન આઇડલ (Indian Idol) ની આ સીઝનની શરૂઆતનો છે. નેહા આની પહેલા જ સોશિયલ મીડિયા પર ઘણી વીડિયોઝ શેર કરી ચુકી છે જેમાં તે વજન ઘટાડવા માટે ઘણી કસરત કરી રહી છે.

60 મિલિયન ઉપર ફોલોઅર્સ

જો કે, નેહાની ફેન ફોલોઇંગ કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. ભારતમાં સૌથી વધુ ફોલોઅર્સ મેળવવા વાળી તે પહેલી ગાયિકા છે. આટલું જ નહીં નેહાએ તાજેતરમાં જ દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ છોડી દીધા છે. નેહાના તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર 60 મિલિયન ફોલોઅર્સ છે, જેની ખુશી તેમણે તાજેતરમાં જ તેમના પતિ સાથે ઉજવી હતી.

અહીં જુઓ વીડિયો watch video here

 

 


પ્રિયંકા ચોપરા અને શ્રદ્ધા કપૂર બાદ નેહા કક્કર ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ વાળી મહિલા સેલિબ્રિટી છે.

Next Article