Video: કાર્તિક આર્યને ચાહકોના કહેવાથી ઉતાર્યું માસ્ક, પછી કરી વધુ એક જીદ પુરી

|

Oct 16, 2021 | 9:28 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન પાસે અત્યારે ઘણી સારી ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન 'ધમાકા' (Dhamaka), 'ભૂલ ભુલૈયા 2' (Bhool Bhulaiyaa 2) અને 'ફ્રેડી' ફિલ્મોમાં જોવા મળશે.

Video: કાર્તિક આર્યને ચાહકોના કહેવાથી ઉતાર્યું માસ્ક, પછી કરી વધુ એક જીદ પુરી
Kartik Aaryan

Follow us on

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. કાર્તિક એક એવા અભિનેતા છે જે તેમના ચાહકોને ખુલ્લા દિલથી મળે છે. આ જ કારણ છે કે અભિનેતાના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં કાર્તિક આર્યનના તેમના ચાહકો સાથે સુંદર સંબંધો રજૂ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. અભિનેતા ઘણીવાર તેમની સાથે સંબંધિત અપડેટ્સ ચાહકો સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં કાર્તિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેમના ચાહકોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

 

ચાહકોથી ઘેરાયેલા છે કાર્તિક આર્યન

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર્તિક આર્યનના ચાહકો માટેનો પ્રેમ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. તમે વીડિયોમાં જોશો કે કાર્તિક બ્લુ અને ઓરેન્જ રંગના ટી -શર્ટ જોવા મળે છે. તેની બાજુમાં બે છોકરીઓ ઉભી છે જેને કોઈ કહેછે કે કોરોના છે.

 

આ પછી તે દૂર જાય છે અને કાર્તિક સાથે ફોટો ક્લિક કરે છે. કાર્તિકના ચાહકો માટે પછી તે છોકરીઓ કાર્તિક સાથે હાથ મિલાવવાનો આગ્રહ રાખે છે, તે કહે છે કે સર હેન્ડશેક કરવા માગે છે, આ એક સપનું છે, પછી શું હતું કાર્તિક ક્યારેય પણ તેમના ચાહકોને નિરાશ નથી કરતા અને તેમની સાથે હાથ મિલાવે છે.

 

 

આ દરમિયાન, જ્યારે તેમના ચાહકો કાર્તિકના આ પ્રેમથી ખુશ દેખાય છે, ત્યારે બોલિવૂડના આ અભિનેતા પણ ખૂબ ખુશ દેખાય છે. કાર્તિક આર્યનનો આ ખાસ વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.

કાર્તિકે શેર કરી હતી પોસ્ટ

અગાઉ કાર્તિક આર્યને તેમના ઈન્સ્ટાગ્રામ પરથી એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે વિમાનની અંદર જતા જોવા મળી રહ્યા છે અને મહિલા પાયલોટની સામે હાથ જોડીને ઉભા દેખાય છે. તે જ સમયે મહિલા પાયલોટ કેમેરાને જોઈને હસી રહી છે, અમે તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યને આ તસ્વીર સાથે લખ્યું હતું ‘ભલે તે જીવનની વાત હોય કે વિમાનની, જ્યારે તે પાયલોટિંગ કરી રહી હોય, હંમેશા સલામત લેન્ડિંગ થશે. ‘

 

 

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

 

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Next Article