Vicky Kaushal એ ખરીદી લક્ઝરી કાર, જોઈને કેટરિના કૈફ પણ થઈ જશે ઈમ્પ્રેસ

|

Jul 04, 2021 | 6:19 PM

વિક્કીની આ પોસ્ટ પર ચાહકોની સાથે સેલિબ્રિટી પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરેક વ્યક્તિ આ મોટી ઉપલબ્ધિ બદલ વિક્કીને શુભેચ્છા આપી રહ્યા છે.

Vicky Kaushal એ ખરીદી લક્ઝરી કાર, જોઈને કેટરિના કૈફ પણ થઈ જશે ઈમ્પ્રેસ
Vicky Kaushal

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડ સ્ટાર્સ નવી ચીજો લઈ રહ્યા છે. કોઈ નવું મકાન ખરીદી રહ્યા છે, તો પછી કોઈ લક્ઝરી કાર. વિક્કી કૌશલે (Vicky Kaushal) પણ તાજેતરમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે. આ કાર સાથે ફોટો શેર કરતી વખતે વિક્કીએ ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે. વિક્કીએ જે ગાડી ખરીદી છે તે રેંજ રોવર છે. આ દરમિયાન વિક્કીના કપાળ પર તિલક પણ જોવા મળે છે. વિક્કીએ લખ્યું, ‘ઘરમાં સ્વાગત છે દોસ્ત.’

વિક્કીની આ પોસ્ટ પર ચાહકોની સાથે સેલિબ્રિટી પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરેક વ્યક્તિ આ મોટી ઉપલબ્ધિ બદલ વિક્કીને શુભેચ્છા આપી રહ્યા છે. જો કે, કેટરીના કૈફ પણ આજે ખૂબ ખુશ હશે. વિક્કી અને કેટરિના ઘણા સમયથી તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. બંને એક સાથે સમય વિતાવતા જોવા મળે છે. કેટલીકવાર તે બંને એકબીજાના ઘરે પણ જોવા મળે છે. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ પણ રિલેશનશિપના સમાચાર સ્વીકાર્યા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ અહીં વિક્કી કૌશલની નવી ગાડીનો ફોટો


જો કે નવું વર્ષ બંનેએ તેમના ભાઈ-બહેન સાથે ઉજવ્યું હતું. આ વાતનો ખુલાસો કેટરિનાના એક ફોટા દ્વારા થયો હતો જે તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેવો આ ફોટો વાયરલ થવા લાગ્યો કેટરિનાએ તેને ડિલીટ કરી દીધો. કેટરિનાએ બહેનનો ફોટો શેર કર્યો હતો પરંતુ તે ફોટામાં એક બારી હતી જેના અરીસામાં વિક્કી જોવા મળ્યા હતા.

અશ્વત્થામા બનશે વિક્કી કૌશલ

વિક્કીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો આ દિવસોમાં તે ફિલ્મ અશ્વત્થામાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તેઓ અને દિગ્દર્શક આદિત્ય ધર ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ વિક્કીએ પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.

આ ફોટો શેર કરતા વિક્કીએ લખ્યું, જ્યારે દિગ્દર્શક તમને ફિલ્મમાં કાસ્ટ કરવા અંગે ગંભીર હોય છે. અમર થવાની તૈયારી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આદિત્ય અને વિક્કીએ ઉરી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

કરી રહ્યા છે ખૂબ મહેનત

મહાભારતમાં, અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હોય છે જે કૌરવો તરફથી કુરુક્ષેત્રમાં લડે છે. વિક્કીએ તેમના પાત્ર માટે ઘણું વજન વધારવું પડશે અને તે જ સમયે તેમની હોર્સ રાઈડિંગ અને માર્શલ આર્ટ માટેની તૈયારી પણ આગળ વધશે. શનિવારે જ, વિક્કીએ તેમની ટ્રેનિંગનો વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે લખ્યું, કોવિડથી સ્વસ્થ થયા પછી, આખરે શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે વિક્કી એપ્રિલમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.

Next Article