એકતરફી પ્રેમમાં બગડ્યું મગજ, કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો, હવે જેલના સળિયા પાછળ

|

Jul 25, 2022 | 3:29 PM

કેટરીના કૈફ (Katrina Kaif,) અને વિકી કૌશલને (Vicky Kaushal) સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી છે.

એકતરફી પ્રેમમાં બગડ્યું મગજ, કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો, હવે જેલના સળિયા પાછળ
Katrina Kaif And Vicky Kaushal Fun Moments

Follow us on

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને (Katrina Kaif)  જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે, આદિત્ય રાજપૂત નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે.

પોલીસે અજાણ્યા શખ્સ સામે નોંધ્યો ગુનો

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે.

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

અભિનેતા વિકી કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિકીએ એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આપી છે. વિકીનું કહેવું છે કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર તેની પત્ની કેટરિના કૈફનો પીછો કરી રહ્યો છે, સાથે જ વિકીને ધમકી પણ આપી રહ્યો છે. પોલીસ તપાસમાં જોડાઈ ગઈ હતી. પરંતુ પોલીસે આરોપી મનવિંદર સુધી પહોંચવામાં વધારે સમય લીધો ન હતો. પોલીસે ફરિયાદ નોંધ્યાના થોડા કલાકોમાં જ આરોપી મનવિંદરની ધરપકડ કરી લીધી.

ગણતરીના કલાકોમાં ઝડપાયો આરોપી

સ્ટાર્સ તેમના ચાહકોને એટલી જ પ્રાથમિકતા આપે છે, જેટલી તેમના માટે ખતરો નહોય. કોઈ પણ કોઈનો જબરા ચાહક હોઈ શકે છે, પરંતુ જો કોઈ ચાહક જાનથી મારી નાખવાની ધમકી આપે તો પણ આવું કદાચ આપણે પહેલીવાર સાંભળ્યું હશે. કેટરિના કૈફના લાખો ચાહકો છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કેટલીકવાર કેટરિના તેના ચાહકોને કોમેન્ટ્સના જવાબ પણ આપે છે. કેટરીનાની આ સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી રહી છે. પરંતુ કદાચ કેટરીનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે, કોઈ તેના માટે આટલું પાગલ હોઈ શકે છે, જે તેના જીવન માટે ખતરો બની શકે છે.

સલમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, તમારૂ પણ  મૂસેવાલા જેવું જ થશે. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

સલમાનના કેસમાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી

બોલિવૂડ ન્યૂઝ અનુસાર, સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની એક ટીમ દિલ્હી પહોંચી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી, પરંતુ તેણે સલમાનને જાનથી મારી નાખવાની ધમકીનો નનૈયો ભણ્યો હતો. જો કે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.

Published On - 11:33 am, Mon, 25 July 22

Next Article