Varun Dhawan અને Natasha Dalal થયા રોમેન્ટિક, કરી બોટ રાઈડ

|

Mar 21, 2021 | 3:02 PM

સુંદર જગ્યામાં બોલીવુડના સેલેબ્રિટી કપલ વરુણ ધવન અને નતાશા દલાલ રોમેન્ટિક શૈલીમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતી વખતે વરુણે તેમના ચાહકોને થોડા કન્ફયુઝ પણ કર્યા.

Varun Dhawan અને Natasha Dalal થયા રોમેન્ટિક, કરી બોટ રાઈડ
Varun Dhawan, Natasha Dalal

Follow us on

બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી પછી તરત જ હેડલાઇન્સ બનાવ્યા હતા. લગ્ન પછી, એવું પણ બહાર આવ્યું હતું કે વ્યસ્તાઓના કારણે આ ન્યુલી લગ્ન કરેલા કપલે તેમનું હનીમૂન મુલતવી રાખ્યું હતું. પરંતુ હવે એવી તસવીર બહાર આવી રહી છે, જેને જોઈને લાગે છે કે હવે આ કપલ તેમના હનીમૂનની મજા લઇ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જાણો વરુણ અને નતાશા ક્યાં છે

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મોટાભાગના સેલેબ્સ તેમના હનીમૂન માટે વિદેશ જતા હોય છે, ત્યારે વરુણ અને નતાશાએ તેમના હનીમૂન માટે દેશનું એક સુંદર રાજ્ય પસંદ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન આ જોડી અરુણાચલ પ્રદેશમાં છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટ્રિપ પણ હનીમૂન નથી, પરંતુ અહીં વરુણ ધવન તેમની આગામી ફિલ્મ ‘ભેડિયા’નું શૂટિંગ કરી રહ્યા છે. પરંતુ આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે કામની સાથે વરુણ પણ તેમના હનીમૂનની મજા લઇ રહ્યો છે. આ ફોટો જુઓ …

 

 

આવો છે વરૂણ અને નતાશાનો લુક

આ વાયરલ ફોટામાં વરુણ અને નતાશા એક બોટમાં બેસીને તળાવમાં ફરવા જઇ રહ્યા છે. આ બંનેની આસપાસ સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરુણે બ્રાઉન કલરનો કોટ પહેર્યો છે અને નતાશા ગ્રે કલરના કોટમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા વરુણ ધવને કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે હનીમૂન પર નથી.’

 

 

 

વરુણ રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા

આ તસવીરમાં વરુણે અરુણાચલ પ્રદેશમાં હોવા વિશે જણાવ્યું ન હતું, તેમ છતાં તાજેતરમાં વરુણે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાંથી એકમાં તે અરૂણાચલ પ્રદેશના રસ્તાઓ પર દોડતો જોવા મળ્યો હતો. અભિનેતાનો શર્ટલેસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

‘ભેડિયા’ ફિલ્મમાં પહેલીવાર અભિનેતા વરુણ ધવન વેયરવોલ્ફ (Werewolf) ની ભૂમિકા નિભાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ ‘ભેડિયા’ ની રિલીઝ તારીખની ઘોષણા કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે ‘ભેડિયા’નું ટીઝર પણ રીલિઝ થયું હતું, જે જોવું ખૂબ જ ખતરનાક લાગ્યું.

Next Article