AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ 2021: મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે 2021ની સુપરહીટ ફિલ્મો

2020માં તો મનોરંજન એવુ ગુમ થઈ ગયુ કે, લોકોના જીવનમાંથી એન્ટરટેનમેન્ટ જતુ રહ્યુ. પણ હવે બોલીવુડના નિર્દેશકો અને અભિનેતાઓએ 2021ને શાનદાર બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.અને આ વર્ષે મોટી ફિલ્મો તમને સિનેમાઘરોમાં જોવા મળશે. તો આવો નજર કરીએ 2021માં આવનારી ફિલ્મો પર….. 1) 83 સ્ટાર કાસ્ટ :રણવીર સિંહ, દીપિકા પાદુકોણ,પંકજ ત્રિપાઠી નિર્દેશક :કબીર ખાન આ […]

બોલીવુડ 2021: મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે 2021ની સુપરહીટ ફિલ્મો
| Updated on: Jan 02, 2021 | 2:58 PM
Share

2020માં તો મનોરંજન એવુ ગુમ થઈ ગયુ કે, લોકોના જીવનમાંથી એન્ટરટેનમેન્ટ જતુ રહ્યુ. પણ હવે બોલીવુડના નિર્દેશકો અને અભિનેતાઓએ 2021ને શાનદાર બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.અને આ વર્ષે મોટી ફિલ્મો તમને સિનેમાઘરોમાં જોવા મળશે. તો આવો નજર કરીએ 2021માં આવનારી ફિલ્મો પર…..

1) 83

સ્ટાર કાસ્ટ :રણવીર સિંહ, દીપિકા પાદુકોણ,પંકજ ત્રિપાઠી

નિર્દેશક :કબીર ખાન

આ ફિલ્મ તમને 1983ના ભારતના પહેલા ક્રિકેટ વિશ્વકપના જીતની યાદ અપાવશે. કપિલ દેવના રોલમાં તમને રણવીર સિંહ જોવા મળશે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. જે 2021માં રિલીઝ થવાની છે.

2) રાધે

સ્ટાર કાસ્ટ : સલમાન ખાન , દિશા પટની, રણદીપ હુડ્ડા

નિર્દેશક : પ્રભુદેવા

રાધેમાં સલમાન ખાન દિશા પટની સાથે જોડી બનાવતો જોવા મળશે. સલમાન અને પ્રભુ દેવાની જોડી પહેલા પણ હીટ રહી છે. અને હવે ફરી એકવાર આ જોડીનું કામ જોવા મળશે. આ ફિલ્મ 2021ની ઈદ પર રિલીઝ થઈ શકે છે.

3) કે.જી. એફ 2

સ્ટાર કાસ્ટ : યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી

નિર્દેશક : પ્રશાંત નીલ

યશ સ્ટારર કેજીએફ ચેપ્ટર 2, બાહુબલી 2 ઈન્ડિયાની સૌથી વધારે હીટ મુવી રહી છે. આ મુવીમાં સંજય દત એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

4 ) તૂફાન

સ્ટાર કાસ્ટ :ફરહાન અખ્તર ,પરેશ રાવલ , મૃણાલ ઠાકુર

નિર્દેશક : રાકેશ ઓમપ્રકાશ મેહરા

મિલ્ખા સિંહની બાયોપિક ભાગ મિલ્ખા ભાગ હિટ થયા બાદ ફરહાન અખ્તર અને ઓમપ્રકાશ મેહરા એક સ્પોર્ટસ્ ડ્રામા ફિલ્મ સાથે ફરી જોડાઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

5 ) રાધેશ્યામ

સ્ટાર કાસ્ટ : પ્રભાસ અને પૂજા હેગડે

નિર્દેશક : રાધા કુષ્ણ કુમાર

આ ફિલ્મમાં પ્રભાસ પૂજા હેગડે સાથે જોડી જમાવતા જોવા મળશે.

6) લાલ સિંહ ચડ્ડા

સ્ટાર કાસ્ટ : આમિર ખાન , કરીના કપૂર, મોના સિંહ

નિર્દેશક : એદ્વૈત ચંદન

લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાન બિલકુલ અલગ અવતારમાં જોવા મળવાના છે. દંગલ બાદ ફરી એકવાર આમિર ખાન અલગ અંદાજમાં જોવા મળશે.

7) આર.આર.આર

સ્ટાર કાસ્ટ : જૂનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ

નિર્દેશક : એસએસ રાજામૌલી

બાહુબલીની સિરીઝ બાદ એસએસ રાજામૌલીની આવનારી ફિલ્મ આપણા બે સ્વતંત્રતા સેનાનિયો સીતારામ રાજૂ અને કોમારામ ભીમની સ્ટોરી હશે. આ ફિલ્મમાં તમને ભારતીય સ્વતંત્રતા સેનાનિયોની શાન જોવા મળશે.

8) બોબ બિસ્વાસ

સ્ટાર કાસ્ટ : અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ

નિર્દેશક : દીયા અન્નપૂર્ણા ઘોષ

બોબ વિશ્વાસ સુજોય ગોશની 2012ની થ્રિલર સ્ટોરી સ્પિન ઓફ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનને ટાઈટલર ભૂમિકામાં જોવા મળશે.

9)રશ્મિ રોકેટ

સ્ટાર કાસ્ટ : તાપસી પન્નુ , અભિષેક બેનર્જી

નિર્દેશક : આકાશ ખુરાના

રશ્મિ રોકેટમાં તાપસી પન્નુ એક એથલીટની ભૂમિકા ભજવતી નજરે પડશે. ફિલ્મનું નિર્માણ આરએસવીપી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું શુટીંગ કચ્છમાં કરવામાં આવશે.

10) લવ રંજનની અનટાઈટલ્ડ

સ્ટાર કાસ્ટ : રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂર

નિર્દેશક : લવ રંજન

લવ રંજનની આવનારી નિર્દેશનમાં રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂર પહેલી વાર એક સાથે જોવા મળશે. લવ રંજનને પહેલેથી સૌથી સફળ રોમેન્ટિક કોમેડી ફિલ્મના નિર્દેશન માટે જાણવામાં આવે છે.

11) બચ્ચન પાંડે

સ્ટાર કાસ્ટ : અક્ષય કુમાર અને કૃતિ સેનન

નિર્દેશક : ફરહાદ સામજી

સાજિદ નડિયાદવાલા, અક્ષય કુમાર અને ફરહાદ સામજી સુપરહીટ ફિલ્મ હાઉસફુલ 4 બાદ ફરી એક વાર જોવા મળશે . અક્ષય એક અલગ અંદાજમાં જોવા મળશે.

12)ફોન ભૂત

સ્ટાર કાસ્ટ : કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર

નિર્દેશક : ગુરમીત સિંહ

કેટરીના કૈફ ,સિધ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની દિલચસ્પ સ્ટોરી જોવા મળશે. આ ફિલ્મનું શુટીંગ શરુ થઈ ગયુ છે અને તે 2021માં રિલીઝ થવાની છે.

તો આ છે આવનારી 2021ની ફિલ્મો જે તમને ખૂબ મનોરંજન પૂરૂ પાડશે. બસ, હવે જોવાનું એ છે કે કઈ ફિલ્મ થશે હીટ કે ફ્લોપ ?

g clip-path="url(#clip0_868_265)">