AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકડાઉન વચ્ચે સ્મૃતિ ઈરાનીની તસ્વીર આવી સામે, બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ બોલ્યા “અસંભવ”

અભિનેતા મનીષ પોલ (Maniesh Paul) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા હતા. મનીષે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

લોકડાઉન વચ્ચે સ્મૃતિ ઈરાનીની તસ્વીર આવી સામે, બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ બોલ્યા અસંભવ
સ્મૃતિ ઈરાની અને મનીષ પોલ
| Updated on: Jun 17, 2021 | 12:20 PM
Share

કોરોનાની મહામારીના કારણે ઘણા લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. જી હા ઘણા લોકોને ઘરેથી કામ કરતા કરતા વજનમાં વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં ઘરે રહીને ઘણી શારીરિક સમસ્યા પણ શરુ થઇ છે. પરંતુ આ વચ્ચે રાજનેતા અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીની (Smriti Irani) બિલકુલ અલગ તસ્વીર સામે આવી છે.

વાત જાણે એમ છે કે અભિનેતા મનીષ પોલ (Maniesh Paul) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા હતા. મનીષે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. સાથે મનીષે તેમની મુલાકાત વિશેની કેટલીક વાતો પણ શેર કરી હતી. મનીષે જણાવ્યું કે સ્મૃતિ ઈરાનીએ તેમને ચાની જગ્યાએ ઉકાળો પીવડાવ્યો.

પોતાના સોશિયલ મીડિયા પર મનીષ પોલે સ્મૃતિ ઈરાની સાથે વાતચીત સમયની તસ્વીર શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે “એક ગ્લાસ ઉકાળો પીવડાવા માટે સ્મૃતિ ઈરાની મેડમનો આભાર. શું સમય આવી ગયો છે. ચાની જગ્યાએ સૌ ઉકાળો પીવા લાગ્યા છે!! પરંતુ મને આમંત્રિત કરવા માટે ધન્યવાદ. PS- માત્ર ફોટો લેવા માટે માસ્ક કાઢ્યું છે. સૌને પ્રેમ..”

સૌથી લોકપ્રિય ટીવીના ચહેરામાં એક નામ છે મનીષ પોલ. તેમજ ટીવીના પાત્ર ‘તુલસી’ થી સ્મૃતિ ઈરાનીને નવી ઓળખાણ મળી. જેઓ હાલમાં કાપડ પ્રધાન અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન તરીકે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે સ્મૃતિ ઈરાની ટીવી જગતનો એક પ્રખ્યાત ચહેરો છે. તેમણે ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. સ્મૃતિ ઘણી વાર તેમના પ્રખ્યાત ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ દરમિયાનના તેમના લુકની તસવીરો શેર કરતા રહે છે. આ તસ્વીરોમાં તેઓ ખુબ ફીટ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ વજન વધવા વિશે પણ મિમ્સ શેર કરતા રહે છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2019 માં સ્મૃતિ ઈરાનીએ તેમના ટીવીના સમયની એક તસવીર અને સાંપ્રત સમયની તસવીર શેર કરતી વખતે લખ્યું હતું, ‘ક્યા સે ક્યા હો ગયે દેખતે દેખતે. જ્યારે તમારું વજન વધતું જાય’. સ્મૃતિ ખુલ્લેઆમ પોતાના જ વધેલા વજનની મજાક ઉડાવતા હોય છે. અને તે જ રમૂજી મિમ્સ પણ શેર કરતા હોય છે. આ અંગે યુઝર્સ પણ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપે છે.

પરંતુ મનીષના સોશિયલ મીડિયામાં સ્મૃતિ ઈરાનીનો નવો લૂક જોઇને લોકો આશ્ચર્યચક્કિત થઇ ગયા છે. લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સ્મૃતિએ પોતાનું વજન ઉતારી દીધું છે. તેઓ પહેલા જેવા જ ફીટ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Anti-Covid drug 2-DG: નવા સંશોધનમાં દાવો, DRDO ની આ દવા કોરોનાના તમામ વેરિએન્ટ પર અસરકારક

Breaking News: માઉન્ટ આબુથી અમદાવાદ આવતી પ્રવાસીઓની બસને નડ્યો અકસ્માત
Breaking News: માઉન્ટ આબુથી અમદાવાદ આવતી પ્રવાસીઓની બસને નડ્યો અકસ્માત
સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન
સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">