AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના કાળના સૌથી મોટા કૌભાંડમાં નોંધાશે FIR, કુંભ મેળામાં થયેલું આ કૌભાંડ તમારા હોશ ઉડાવી દેશે

ઓછા સમયમાં લેબ દ્વારા મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ કરી લેવાતા પ્રશ્નો ઉભા થયા છે. હરિદ્વારમાં જ 'મકાન નંબર 5' માંથી 530 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. શું એક જ મકાનમાં 500 થી વધુ લોકો રહી શકે છે?

કોરોના કાળના સૌથી મોટા કૌભાંડમાં નોંધાશે FIR, કુંભ મેળામાં થયેલું આ કૌભાંડ તમારા હોશ ઉડાવી દેશે
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 17, 2021 | 9:46 AM
Share

ઉત્તરાખંડના હરિદ્વાર કુંભ મેળા દરમિયાન થયેલા નકલી કોવિડ પરીક્ષણનો મામલો સામે આવ્યો છે. હવે આ મામલે FIR નોંધાવવામાં આવશે. જી હા સુબોધ ઉનિયાલે બુધવારે કહ્યું કે ઉત્તરાખંડ સરકારે કુંભ દરમિયાન કોરોના પરીક્ષણમાં થયેલા કૌભાંડના સંદર્ભમાં હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્રને એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. આ કિસ્સામાં કોવિડ ટેસ્ટ કરવા માટે જવાબદાર મેક્સ સામે કેસ નોંધવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કુંભ મેળા સ્વાસ્થ્ય વિભાગે મેક્સ કોર્પોરેટર નામની કંપનીને કોરોના ટેસ્ટનો કોન્ટ્રકટ આપ્યો હતો. આં કંપની નકલી કાગળ પર જ ચાલી રહી છે. તપાસમાં ના તો કંપનીની ઓફીસ મળે છે ના એ ખબર પડી છે કે કઈ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મેળાના સ્વાસ્થ્ય અધિકારીએ તપાસ માટે સમિતિ નીમી દીધી છે.

ડોક્ટર અર્જુન સિંહ કે જેઓ મેળા સ્વાસ્થ્ય અધિકારી છે તેમનું કહેવું છે કે ખાનગી લેબો સાથે સીધો MOU કરવામાં આવ્યો હતો. માત્ર દિલ્લીની લાલ ચંદાની લેબ અને હિસારની નાલવા લેબ સાથે જ થર્ડ પાર્ટી MOU હતો. હરિદ્વારના જિલ્લા અધિકારી રવિશંકરે જણાવ્યું કે તપાસમાં પ્રાઈવેટ લેબ દ્વારા અનેક સ્તરે ગેરરીતિઓ સામે આવી રહી છે.

અન્ય રાજ્યોના ડેટાનો ઉપયોગ

સામે આવ્યું છે કે ટેસ્ટના પરિણામ માટે અન્ય રાજ્યોના ડેટાબેસેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સિવાય એક આઈડી પર અનેક ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આટલા ઓછા સમયમાં લેબ દ્વારા મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ કરી લેવાતા પ્રશ્નો ઉભા થયા છે. હરિદ્વારમાં જ ‘મકાન નંબર 5’ માંથી 530 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. શું એક જ મકાનમાં 500 થી વધુ લોકો રહી શકે છે?

માહિતી અનુસાર ફોન નંબર પણ બનાવટી છે અને રેકોર્ડમાં કાનપુર, મુંબઇ, અમદાવાદ અને અન્ય 18 સ્થળોથી આવેલા અન્ય લોકોનો એક ફોન નંબર બતાવી રહ્યા છે. કુંભ મેળાના આરોગ્ય અધિકારી ડો.અર્જુન સિંહે જણાવ્યું હતું કે એજન્સીએ આ એકત્રિત નમૂનાઓ બે ખાનગી લેબમાં જમા કરાવવાના હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર ઘટના

1 લી એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમયગાળા દરમિયાન 9 એજન્સીઓ અને 22 ખાનગી લેબ્સ દ્વારા લગભગ ચાર લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્ય વિકાસ અધિકારી સૌરભ ગહરવારની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખાનગી એજન્સી દ્વારા અનેક ગેરરીતિઓ મળી હતી. તપાસમાં, એવું જાણવા મળ્યું છે કે એક ફોન નંબરનો ઉપયોગ 50 થી વધુ લોકોની નોંધણી કરવામાં આવી છે. અને 700 નમૂનાઓનું પરીક્ષણ એક જ એન્ટિજેન ટેસ્ટ કીટ દ્વારા આવ્યું હતું.

તપાસમાં એજન્સીમાં કાર્યરત 200 જેટલા સેમ્પલ કલેક્ટર્સ વિદ્યાર્થીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર્સ અથવા રાજસ્થાનના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જેમણે ક્યારેય હરિદ્વારની મુલાકાત લીધી નથી. નમૂના કલેક્ટરને નમૂના એકત્રિત કરવા માટે સ્થાન પર હાજર રહેવું જ પડે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમે એજન્સીમાં નોંધાયેલા નમૂના કલેકટરનો સંપર્ક કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે તેમાંના 5૦ ટકા લોકો રાજસ્થાનના રહેવાસી છે, જેમાંના ઘણા વિદ્યાર્થીઓ અથવા ડેટા એન્ટ્રી ઓપરેટરો હતા.

g clip-path="url(#clip0_868_265)">