Tokyo Olympic: મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં અભિનેત્રી ટિસ્કા ચોપડાએ કરી મોટી ભૂલ, જાણો પછી શું થયું

|

Jul 25, 2021 | 10:19 AM

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીતો. બાદમાં સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આ વચ્ચે અભિનેત્રી ટિસ્કાએ તેમનો ખોટો ફોટો લગાવી દેતા અભિનેત્રી ટ્રોલ થઇ ગઈ હતી.

Tokyo Olympic: મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં અભિનેત્રી ટિસ્કા ચોપડાએ કરી મોટી ભૂલ, જાણો પછી શું થયું
Actress Tisca Chopra made a big mistake in sending greetings to Mirabai Chanu

Follow us on

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈની આ જીત પર દેશભરમાં તેમને અભિનંદન આપવા માટે એક લહેર ચાલી રહી છે. જ્યાં દરેક તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે કેટલાક બોલિવૂડ સ્ટાર્સે પણ તેમની પોતાની શૈલીમાં અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સુધી દરેકે પાઠવેલા અભિનંદનમાં ટિસ્કા ચોપડાએ મોટી ભૂલ કરી હતી.

કરી આ મોટી ભૂલ

ટિસ્કા ચોપડાને મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવવા ભારે પડી ગયા હતા. અભિનેત્રીએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા પરંતુ ખોટી તસવીર સાથે તેણે ટ્વીટ કરી હતી. પછી શું હતું, ખોટી તસ્વીર આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે ટિસ્કાને કાન પકડાવી દીધા હતા. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં ટિસ્કા ચોપડાએ મીરાબાઈની ખોટી તસ્વીર શેર કરવા બદલ માફી પણ માંગી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોસ્ટ કરી આ ખેલાડીની તસ્વીર

તમને જણાવી દઈએ કે ટિસ્કાએ સોશિયલ મીડિયામાં મીરાબાઈની તસ્વીરની જગ્યાએ ઇન્ડોનેશિયાની ખેલાડી આયશા વિંડીની તસ્વીર પોસ્ટ કરી દીધી હતી. જે બદલ તેને ભારે ટ્રોલ થવું પડ્યું હતું. આ તસ્વીર સાથે ટિસ્કાએ મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેની ટ્વીટ બાદ સોશિયલ મીડિયાના કીબોર્ડ વોરિયર્સે ટિસ્કાની ઝાટકણી કાઢી હતી.

https://twitter.com/tiscatime/status/1418909869973807104

ટ્રોલને આપ્યો જવાબ

બાદમાં જ્યારે ટિસ્કાને ભૂલનો ખ્યાલ આવ્યો તેણે તરત માફી માંગી હતી. ટિસ્કાએ લખ્યું કે, “માફી, ભૂલ થઇ ગઈ.” ત્યારે એક યુઝરે કરેલા ટ્રોલનો જવાબ આપતા ટિસ્કાએ લખ્યું હતું કે, ‘મને ગમ્યું કે તમને મજા આવી, પરંતુ આ એક ભૂલ હતી. માફી, જોકે આનો મતલબ એમ નથી કે મને ટોક્યો ઓલમ્પિકમાં મીરાબાઈની જીતની ખુશી નથી.’

https://twitter.com/tiscatime/status/1418913484163534848

આ બાદ મામલો થાળે પડ્યો હતો. ટિસ્કાએ માફી લખ્યા બાદ ટ્રોલરોએ પણ તેને ટ્રોલ કરવાનું બંધ કર્યું હતું. જો કે માફી માંગ્યાની ખેલદિલી બદલ ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવ્યા હતા.

 

આ પણ વાંચો: Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચે ગહના વશિષ્ઠને પૂછપરછ માટે બોલાવી, કુંદ્રાની એપમાં કરેલી છે ફિલ્મો!

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાં મળી ‘ગુપ્ત તિજોરી’, Raj Kundra Case માં થઈ શકે છે મોટા ખુલાસા

Published On - 10:16 am, Sun, 25 July 21

Next Article