AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નેહા મેહતાના પાછા ફરવાના સમાચાર સામે આવી રહ્યા હતા. નેહાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આ શોમાં પાછા ફરવા માટે તૈયાર છે.

TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ
Neha Mehta & Sunayana Fozdar
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 06, 2021 | 7:58 PM
Share

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રને કલાકારો દ્વારા ખૂબ જ સારી રીતે ભજવવામાં આવ્યું છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ નવા આવીને પાત્રને આગળ લઈને જઈ રહ્યા છે. શોની શરૂઆતથી જ અંજલિ ભાભીનું પાત્ર નેહા મેહતા ભજવતા જોવા મળી હતી પણ થોડા સમય પહેલાં તેમણે શોને અલવિદા કહી દીધો હતો. શોમાં નેહાને સુનયના ફોજદાર રિપ્લેસ કરી હતી. સુનયનાને પણ પ્રેક્ષકો દ્વારા અપનાવવામાં આવી છે.

થોડા દિવસોથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નેહા મેહતાના પુનરાગમનના સમાચાર બહાર આવ્યાં હતાં. હકીકતમાં, નેહાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો પ્રેક્ષકો ઇચ્છે તો તે શોમાં પાછા ફરવા માટે તૈયાર છે. હવે નવી અંજલિ ભાભી એટલે કે સુનયના ફોજદારે નેહાની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.

એક ઈન્ટરવ્યુમાં એવું કહેવામાં આવ્યું છે કે, નેહાને શોમાં પાછી લાવવાનો અને તેમને રિપ્લેસ કરવાનો નિર્ણય નિર્માતાઓનો છે. મને કોઈ આઈડિયા નથી. છેલ્લા 8 મહિનાથી હું અંજલીનું પાત્ર નિભાવી રહી છું. જો નેહા મહેતા શોમાં પાછા ફરવા માંગે છે, તો તે નિર્માતાઓ પર નિર્ભર રાખે છે. હું કોઈ નથી કે આ અંગે ટિપ્પણી કરુ.

નેહાને નથી કરવામાં આવ્યો પાછા ફરવા માટે સંપર્ક

નેહા મહેતાએ ફેબ્રુઆરીમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને નિર્માતાઓ દ્વારા શોમાં વાપસી માટે નો સંપર્ક કર્યો નથી. આવી અફવાઓમાં કોઈ સત્ય નથી. હું ત્યારે જ શોમાં પરત આવીશ જ્યારે પ્રેક્ષકો, પ્રોડક્શન હાઉસ અને ચેનલ મને પાછા લાવવા માંગતા હોય, અને શો છોડ્યા પછી, મેં ક્યારેય નિર્માતાઓને ફોન કરીને શોમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. મારી પ્રથમ અગ્રતા હંમેશા પ્રેક્ષકો અને દર્શકો હશે જેમણે મને વર્ષોથી ખૂબ પ્રેમ આપ્યો છે. મને ખબર નથી કે આ વસ્તુઓ ક્યાંથી વાયરલ થાય છે. નેહાએ શો છોડવાનું કોઈ કારણ આપ્યું નહીં. તેમણે કહ્યું કે કેટલીક બાબતો પર શાંત રહેવું ઠીક છે.

આ પણ વાંચો :- ટીવી સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ

આ પણ વાંચો :- હાસ્ય કલાકાર Sunil Pal વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, ડૉકટરો વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">